હવે એકતા કરાવશે શાહરુખ-સલમાનની એકતા?
મુંબઈ, 5 ઑગસ્ટ : જાણવા મળે છે કે ફિલ્મ અને ટેલીવિઝન સીરિયલના નિર્માતા એકતા કપૂર મંગળવારે ભવ્ય ઇફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યાં છે. બૉલીવુડમાં ઇફ્તાર પાર્ટીનું નામ પડતાં જ લોકોને બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટી યાદ આવી જાય છે કે જ્યાં શાહરુખ-સલમાનનું મિલન થયુ હતું.

હવે એકતા કપૂરે તો સ્પષ્ટ કહ્યું છે કે તેમણે છઠી ઑગસ્ટે યોજાનાર ઇફ્તાર પાર્ટીમાં સમગ્ર બૉલીવુડને આમંત્રણ પાઠવ્યું છે. સવાલ એ ઊભો થાય છે કે શું એકતાએ શાહરુખ ખાન અને સલમાન ખાનને પણ આમંત્રણ પાઠવ્યું હશે? અને જો હા, તો શું બાબા સિદ્દીકીની જેમ શાહરુખ-સલમાન એકતા કપૂરની પાર્ટીમાં પણ પહોંચશે?
એકતાએ પોતાની આવનાર ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારાનું પ્રોમો જારી કરતાં જણાવ્યું - ઇફ્તાર પાર્ટીની વાત સાચી છે. કોક-કોક દિવસ હું પણ રોજા રાખુ છું. અમારી ઇફ્તાર પાર્ટી 6ઠી ઑગસ્ટે છે. તે દિવસે રમજાનનો 27મો રોજો છે અને અમે બહુ મોટી પાર્ટી યોજી રહ્યાં છે. હું 12 વરસથી આવી પાર્ટી યોજતી રહી છું.
એકતાએ જણાવ્યું - અમે સમગ્ર બૉલીવુડને ઇફ્તાર પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ પાઠવ્યું છે અને અમે ઇચ્છીએ છીએ કે સૌ કોઈ મંગળવારે અમારી સાથે ઇફ્તાર પાર્ટીમાં જોડાય. જોવાની બાબત એ રહે છે કે શું એકતા કપૂર દ્વારા યોજાનાર આ ઇફ્તાર પાર્ટીમાં શાહરુખ ખાન અને સલમાન ખાન ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે એકતા કપૂર નિર્મિત વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મમાં અક્ષય કુમાર તથા સોનાક્ષી સિન્હા તેમજ ઇમરાન ખાન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. ફિલ્મ 15મી ઑગસ્ટે રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
