Pics : વિદ્યાને કિસ કરવી ભારે ન પડી જાય ઇમરાન માટે?
મુંબઈ, 31 મે : કોણ જાણે કેમ લોકોને જે કામ કરતાં ભય નથી લાગતો, તે કહેવામાં તેમને કેમ ગભરામણ થાય છે. આપ વિચારતાં હશો કે અમે આ શું કહી રહ્યાં છીએ, તો અમે વાત કરી રહ્યાં છીએ સીરિયલ કિસર ઇમરાન હાશમી અંગે. દરેક ફિલ્મમાં પોતાની અભિનેત્રી સાથે લિપલૉક બિંદાસ્ત રીતે કરનાર ઇમરાન હાશમી તે અંગે વાત ખુલ્લેઆમ કરતાં હોય છે, પણ આ વખતે તેમની બોલતી બંધ છે.
હા જી, કૉમેડી ફિલ્મ ઘનચક્કરમાં ઇમરાન હાશમીએ વિદ્યા બાલન સાથે લિપલૉક સીન આપ્યું છે, પણ તે વિશે વાત કરતાં તેમને ભય લાગી રહ્યો છે, કારણ કે આ ફિલ્મના નિર્માતા યૂટીવી મોશનના હૈડ અને અભિનેત્રી વિદ્યા બાલનના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર છે. આ ખુલાસો ઇમરાને ઘનચક્કર ફિલ્મના લૅઝી લૅડ સૉંગની લૉન્ચિંગ દરમિયાન કહી.
ઇમરાને જણાવ્યું - જો મારે આગળ પણ સિદ્ધાર્થ સાથે કામ કરવું હોય, તો બહેતર એ જ રહેશે કે હું પોતાના અને વિદ્યાના કિસિંગ સીન અંગે કોઈ કૉમેન્ટ ન કરું. ખેર, ઇમરાન મિયા જ્યારે આપને વિદ્યા સાથે સીન આપવામાં કોઈ વાંધો ન પડ્યો, તો હવે ગભરાટ કેવી?
નોંધનીય છે કે ઘનચક્કર એક કૉમેડી ફિલ્મ છે. રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ફિલ્મમાં સંજય દત્ત પણ ગેસ્ટ રોલ કરવાના હતાં, પરંતુ તેઓ જેલ જતા રહેતાં ફિલ્મમાંથી બહાર થઈ ગયાં. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ વિદ્યા-સિદ્ધાર્થના લગ્ન થયા હતાં.
રાજકુમાર ગુપ્તાએ જણાવ્યુ હતું કે તેઓ વિદ્યાના કામ પ્રત્યેના સમર્પણથી ખૂબ પ્રભાવિત છે, કારણ કે તેમણે ફિલ્મનું સમગ્ર શૂટિંગ લગ્ન અગાઉ પતાવી નાંખ્યુ હતું. ઇમરાન-વિદ્યા પ્રથમ વાર કોઈ કૉમેડી ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે. આ અગાઉ તેઓ ધ ડર્ટી પિક્ચર ફિલ્મમાં સાથે આવી ચુક્યાં છે. ફિલ્મ 28મી જૂને રિલીઝ થવાની છે. વિદ્યા એક પંજાબી મહિલાના રોલમાં છે.
આવો જોઇએ-જાણીએ તસવીરો સાથે કેટલીક વધુ વિગતો.

ઘનચક્કર
ઘનચક્કર ફિલ્મના કિસિંગ સીન અંગે ઇમરાન વાત કરવા નથી માંગતાં, કારણ કે ફિલ્મના નિર્માતા વિદ્યાના પતિ સિદ્ધાર્થ છે.

ઘનચક્કર
કૉમિક ફિલ્મ ઘનચક્કરના દિગ્દર્શક રાજકુમાર ગુપ્તા છે. ફિલ્મ 28મી જૂને રિલીઝ થવાની છે.

ઘનચક્કર
ફિલ્મના ટ્રેલરે લોકોનો ધ્યાન ખેંચ્યો છે. ટ્રેલર જોઈ લાગે છે કે ફિલ્મમાં હીરો ઇમરાનને ભૂલવાની બીમારી છે.

ઘનચક્કર
ફિલ્મમાં વિદ્યા પંજાબણ મહિલાના રોલમાં છે. લગ્ન બાદ વિદ્યાની આ પ્રથમ ફિલ્મ છે.

ઘનચક્કર
વિદ્યાને આ ફિલ્મ પાસે ઘણી આશાઓ છે, કારણ કે તેમના હિસાબે લોકોને હસાવવું મુશ્કેલ બાબત છે.












Click it and Unblock the Notifications
