ધૂમ ગર્લ એશા દેઓલનો 32મો જન્મ દિવસ!
મુંબઈ, 2 નવેમ્બર : બૉલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર અને અભિનેત્રી હેમા માલિનીના પુત્રી અભિનેત્રી એશા દેઓલ આજે 32 વર્ષના થઈ ગયાં છે. બૉલીવુડમાં એશા દેઓલ ધૂમ ગર્લ તરીકે જાણીતા છે. હાલ તો ધૂમ 3ની રાહ જોવાઈ રહી છે, પરંતુ આ સિરીઝની પ્રથમ ફિલ્મ ધૂમમાં એશા દેઓલે શાનદાર અભિનય કર્યો હતો અને ધૂમ તેમના કૅરિયરની સૌથી હિટ ફિલ્મ હતી.

એશા દેઓલ છેલ્લે 2011માં આવેલી ચાય ગરમ ફિલ્મમાં દેખાયા હતાં. તેમના કૅરિયરની મહત્વની ફિલ્મોમાં ધૂમ ઉપરાંત નો એન્ટ્રી મેં એન્ટ્રી, દસ, અનકહી, ડાર્લિંગ, ટેલ મી ઓ ખુદાનો સમાવેશ થાય છે. લગ્ન બાદ તેમનું કૅરિયર આમ તો વિરામ પામ્યું છે, પરંતુ તેઓ હાલ પણ બૉલીવુડમાં સક્રિય છે. ઉપરાંત તેઓ જાહેર સમારંભોમાં દેખાય છે. તાજેતરમાં જ તેઓ માતા હેમા માલિનીના મ્યુઝિક આલબમ લૉન્ચિંગ પ્રસંગે હાજરી આપી હતી.












Click it and Unblock the Notifications
