Elle Photoshoot : ટૂ પીસ કપડામાં મદહોશ બની એશા

મુંબઈ, 2 મે : ઝન્નત 2, રાઝ 3ડી અને ચક્રવ્યૂહ ફિલ્મોમાં પોતાની સેક્સી અદાઓથી સૌના હોશ ઉડાવનાર એશા ગુપ્તા એલે મૅગેઝીનના કવર પેજ ઉપર ટૂ પીસ કપડામાં દેખાશે. એશાએ તાજેતરમાં જ એલે મૅગેઝીનની મે માસની આવૃત્તિ માટે એક હૉટ એન્ડ સેક્સી ફોટોશૂટ કરાવ્યું છે.

બૉલીવુડમાં ભટ્ટ કૅમ્પ અને ઇમરાન હાશમી સાથે ઝન્નત 2 ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કરનાર એશા ગુપ્તા પોતાની હૉટનેસ માટે જાણીતા છે અને હવે તેઓની આગામી ફિલ્મ હમશકલ્સમાં પણ તેઓ બિકિનીમાં દેખાવનાં છે. એશાએ તેઝ, રાઝ 3, ચક્રવ્યૂહ બાદ તાજેતરમાં જ રિલીઝ થયેલી ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં ઇમરાન ખાન સાથે આયટમ સૉંગ પણ કર્યુ હતું. એશા ગુપ્તાએ તાજેતરમાં જ એક ખુલાસો કર્યો હતો કે રાઝ 3 ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની સામે કૉક્રોચ આવી ગયો. તેને જોઈ તેઓ એટલા બધા ગભરાઈ ગયાં કે તેમણે પોતાના તમામ કપડા ઉતારી દીધાં. જોકે પછીથી તેમણે ખુલાસો કર્યો કે તેઓ સાચે જ કૉક્રોચથી આટલા બધા નથી ગભરાતાં, પણ આ તો રાઝ 3 ફિલ્મનું એક દૃશ્ય હતું.

ચાલો તસવીરોમાં જોઇએ એશા ગુપ્તાનું હૉટનેસથી ભરપૂર ફોટોશૂટ :

સેક્સી-હૉટ એશા

સેક્સી-હૉટ એશા

મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની ફિલ્મ જન્નત 2 દ્વારા બૉલીવુડમાં પોતાના કરિયરની શરુઆત કરનાર એશા ગુપ્તાનું માનવું છે કે તે સેક્સી અને હૉટ ફિલ્મો માટે જ બની છે.

ભટ્ટ કૅમ્પના ફૅન એશા

ભટ્ટ કૅમ્પના ફૅન એશા

એશાએ પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે તે હંમેશા ભટ્ટ કેમ્પ સાથે કામ કરવા માંગે છે. બસ ભટ્ટ કેમ્પ તરફથી સારી ઑફરો મળતી રહેવી જોઇએ.

રાઝ 3માં હૉટ એશા

રાઝ 3માં હૉટ એશા

એશા ગુપ્તાએ ભટ્ટ કેમ્પ સાથે રાઝ 3 ફિલ્મ કરી હતી, જેમાં બિપાશા બાસુ અને ઇમરાન હાશમી મુખ્ય રોલમાં હતાં.

ઑફર્સનો ઇંતેજાર

ઑફર્સનો ઇંતેજાર

પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન એશાએ જણાવ્યું હતું, ‘જો તેઓ (મહેશ ભટ્ટ) મને સારી ઑફરો આપતાં રહેશે, તો હું તેમની સાથે જ કામ કરીશ.

ભટ્ટ કૅમ્પ અવિસ્મરણીય

ભટ્ટ કૅમ્પ અવિસ્મરણીય

પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન એશાએ જણાવ્યું હતું, ભટ્ટ કેમ્પ એવું છે, જેને હું ક્યારેય નહિં ભુલાવી શકીશ અને તેઓ પણ મને ક્યારેય નહિં ભૂલે. ભલે અમે સાથે કામ કરીએ કે ન કરીએ. મને લાગે છે કે અમારા સંબંધ કાયમ જળવાઈ રહેશે.'

તેમને ભરોસો છે

તેમને ભરોસો છે

એશાએ એમ પણ જણાવ્યું, ‘તેમણે મને માત્ર જન્નત 2 જ નથી આપી, પણ તેમણે મને રાઝ 3 પણ આપી છે, જે તેમની બહુ જ હિટ સિરીઝ રહી છે. એ દર્શાવે છે કે તેમને મારી ઉપર કેટલો ભરોસો છે.'

ગરમાગરમ સીન્સ માટે જાણીતા

ગરમાગરમ સીન્સ માટે જાણીતા

એશા ગુપ્તા કે જેમણે રાઝ 3ડી ફિલ્મમાં ઇમરાન હાશમી સાથે ગરમાગરમ સીન્સ આપી લોકોના દિલોમાં આગ ચાંપી દીધી હતી.

જીટીપીએમમાં આયટમ સૉંગ

જીટીપીએમમાં આયટમ સૉંગ

એશા ગુપ્તા તાજેતરમાં જ કરણ જૌહરની ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં પોતાના લટકાં-ઝટકાં દાખવતા દેખાયા હતાં.

હમશકલ્સમાં પણ બિકિની

હમશકલ્સમાં પણ બિકિની

એશા ગુપ્તા પોતાની આગામી ફિલ્મ હમશકલ્સમાં પણ બિકિનીમાં દેખાવનાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X