માત્ર હૉટ રોલ જ કરવા માંગે છે ઈશા ગુપ્તા
મુંબઈ, 25 સપ્ટેમ્બર : મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની ફિલ્મ જન્નત 2 દ્વારા બૉલીવુડમાં પોતાના કરિયરની શરુઆત કરનાર ઈશા ગુપ્તાનું માનવું છે કે તે સેક્સી અને હૉટ ફિલ્મો માટે જ બની છે. તાજેતરમાં જ ઈશાએ પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે તે હંમેશા ભટ્ટ કેમ્પ સાથે કામ કરવા માંગે છે. બસ ભટ્ટ કેમ્પ તરફથી સારી ઑફરો મળતી રહેવી જોઇએ.

ઈશા ગુપ્તાએ ભટ્ટ કેમ્પ સાથે તાજેતરમાં જ રાઝ 3 ફિલ્મ કરી હતી, જેમાં બિપાશા બાસુ અને ઇમરાન હાશમી મુખ્ય રોલમાં હતાં. રાઝ 3 બૉક્સ ઑફિસે ઘણી સફલ રહી. પછી તો ઈશા ગુપ્તા મહેશ ભટ્ટની ફેન થઈ ગઈ છે અને હવે તે ભટ્ટ કેમ્પ સાથે જ કામ કરવા માંગે છે.
પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઈશાએ જણાવ્યું, ‘જો તેઓ (મહેશ ભટ્ટ) મને સારી ઑફરો આપતાં રહેશે, તો હું તેમની સાથે જ કામ કરશ. ભટ્ટ કેમ્પ એવું છે, જેને હું ક્યારેય નહિં ભુલાવી શકીશ અને તેઓ પણ મને ક્યારેય નહિં ભૂલે. ભલે અમે સાથે કામ કરીએ કે ન કરીએ. મને લાગે છે કે અમારા સંબંધ કાયમ જળવાઈ રહેશે.'
ઈશાએ એમ પણ જણાવ્યું, ‘તેમણે મને માત્ર જન્નત 2 જ નથી આપી, પણ તેમણે મને રાઝ 3 પણ આપી છે, જે તેમની બહુ જ હિટ સિરીઝ રહી છે. એ દર્શાવે છે કે તેમને મારી ઉપર કેટલો ભરોસો છે.'
બિપાશા બાસુની જેમ જ ઈશા ગુપ્તાનો લુક પણ ડસ્કી તેમજ સેક્સી છે અને કોઈ એક્ટ્રેસના સૌંદર્યને ભટ્ટ કેમ્પ કરતાં વધુ સારી રીતે કોણ નિખારી શકે?
હવે જ્યારે ઈશાને એમ લાગે છે કે તે માત્ર હૉટ અને સેક્સી પાત્ર માટે જ બની છે, તો ભટ્ટ કેમ્પ સિવાય કઈ જગ્યાએ તેને આવા પાત્ર મળવાના છે? તેથી ઈશા ભટ્ટ કેમ્પના વખાણ કરી પોતાને તેમની સાથે જોડાયેલી રાખવા માંગે છે. હાલ તે પ્રકાશ ઝાની ફિલ્મ ચક્રવ્યૂહનું શુટિંગ કરી રહી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
