દીપિકા બાદ આલિયા ભટ્ટની આવી તસવીર થઇ રહી છે વાયરલ!

Written By:
Subscribe to Oneindia News

થોડા સમય પહેલાં મેક્ઝિમ ફોટોશૂટનો દીપિકા પાદુકોણનો ફેક ન્યૂડ ફોટો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો હતો. ત્યાર બાદ હવે આલિયા ભટ્ટનો આવો જ ફોટો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આલિયાના ફેન્સ તેની આવી તસવીર જોઇને ચોંકી ઉઠ્યા છે, પરંતુ આ પણ એક ફેક ફોટો છે. આ પહેલાં પણ અનેક બોલિવૂડ એક્ટ્રેસ આવી ટીખળનો શિકાર બની ચૂકી છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટની આ તસવીર ફેક છે. અન્ય મોડેલના ચહેરા પર આલિયાનો ચહેરો લગાવવામાં આવ્યો છે. આલિયા ભટ્ટે ક્યારેય આ પ્રકારનું કોઇ ફોટોશૂટ કરાવ્યું નથી, એ સૌ જાણે છે. આમ છતાં, આલિયાની આ તસવીર ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

થોડા સમય પહેલાં જ દીપિકા પાદુકોણની આ તસવીર ખૂબ વાયરલ થઇ હતી. આ તસવીર એટલી રિયલ લાગે છે કે, કોઇ પણ ભ્રમમાં પડી જાય! વળી આ તસવીર ઇન્ટરનેટ પર ફરતી થઇ એના થોડા સમય પહેલાં જ દીપિકાએ મેક્ઝિમ માટે ફોટો શૂટ કરાવ્યું હતું, પરંતુ એમાં તેણે કોઇ મેલ મોડલ સાથે આવો પોઝ આપ્યો નથી.

દીપિકાની અન્ય એક તસવીર

દીપિકાની અન્ય એક તસવીર

ભૂતકાળમાં પણ દીપિકા ફોટો મોર્ફિંગ કોન્ટ્રોવર્સિનો શિકાર થઇ ચૂકી છે. વિક્ટોરિયા સિક્રેટની એક મોડેલના ચહેરા પર દીપિકાનો ચહેરો લગાવવામાં આવ્યો છે, એ અહીં સ્પષ્ટ જોઇ શકાય છે. વિક્ટોરિયા સિક્રેટ એન્જલ તરીકે દીપિકાને રજૂ કરવા માટે આ તસવીર ફોટોશોપ કરવામાં આવી હતી.

કરીના કપૂરનું ટોપલેસ ફોટોશૂટ

કરીના કપૂરનું ટોપલેસ ફોટોશૂટ

કરીના કપૂર શાહરૂખ ખાનની ફિલ્મ 'ડોન'માં એક સોંગમાં જોવા મળી હતી. તેના એ સોંગના લૂકને એક મોડેલના ટોપલેસ ફોટોશૂટ સાથે મોર્ફ કરવામાં આવ્યો હતો. આ તસવીર જોઇને પણ કરીના કપૂરના ઘણા ફેન્સ ચોંકી ગયા હતા.

બિકિનીમાં સોનાક્ષી સિન્હા

બિકિનીમાં સોનાક્ષી સિન્હા

બોલિવૂડમાં સોનાક્ષી સિન્હાની ક્લીન ઇમેજ છે, તે ક્યારેય પણ સ્ક્રિન પર બિકિનીમાં જોવા મળી નથી. પરંતુ તે પણ ફોટો મોર્ફિંગનો શિકાર થઇ ચૂકી છે. સોનાક્ષીની આ તસવીરને ઘણા મીડિયા પબ્લિકેશને પણ સાચી માની છાપી પણ હતી, જે માટે સોનાક્ષીએ તેમની ખબર લીધી હતી.

વિદ્યા બાલન પણ નથી બાકાત

વિદ્યા બાલન પણ નથી બાકાત

આ કોન્ટ્રોવર્સીમાંથી વિદ્યા બાલનનું નામ પણ બાકાત નથી. 'ધ ડર્ટી પિક્ચર'થી વિદ્યાનો બોલ્ડ અવતાર સ્ક્રિન પર જોવા મળ્યો છે, પરંતુ તે ક્યારેય બિકિનીમાં જોવા નથી મળી. કોઇ ટીખળખોર દ્વારા વિદ્યાના ફોટોને પણ મોર્ફ કરવામાં આવ્યો છે.

English summary
Fake naked picture of Alia Bhatt is going viral on Internet.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.