Dilip Kumar Birthday: દિલીપ કુમારે ઓસ્કાર વિનિંગ ફિલ્મ ઠુકરાવી દીધી હતી, જાણો કારણ

Dilip Kumar Birthday: દિલીપ કુમારે ઓસ્કાર વિનિંગ ફિલ્મ ઠુકરાવી દીધી હતી, જાણો કારણ

બૉલીવુડના દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર આજે 99 વર્ષના થઈ ગયા છે. આ દિવસ દિલીપ કુમારની સાથે જ તેમના ફેન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે બહુ ખાસ છે. દિલીપ કુમારે પોતાના કરિયરમાં કેટલીય શ્રેષ્ઠ અને સુપરહિટ ફિલ્મો આપી છે. 60 અને 70ના દશકામાં લોકો વચ્ચે તેમના માટે દીવાનગી જોવા લાયક હતી. આ એ જમાનો હતો જ્યારે દિલીપ કુમારના ફેન્સ દેશ વિદેશમાં ફેલાયેલા હતા, તેમના કામની ચર્ચા હૉલીવુડમાં પણ થતી હતી. એટલું જ નહિ એકવાર તેમમે હૉલીવુડની એક જબરી ફિલ્મમાં કામ કરવાનો મોકો પણ મળ્યો હતો પરંતુ દિલીપ કુમારે આ ઑફર ઠુકરાવી દીધી હતી.

Recommended Video

જન્મદિવસ વિશેષ : આજે બોલિવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનો 98મો જન્મ દિવસ

dilip kumar

જણાવી દઈએ કે એ જમાનામાં હૉલીવુડના મશહૂર ડાયરેક્ટર ડેવિડ લીને દિલીપ સાહેબને પોતાની આગામી ફિલ્મ લોરેન્સ ઑફ અરેબિયામાં પ્રિંસ શેરીફ અલીના કેરેક્ટર માટે દિલીપ કુમાર સાથે વાત કરી હતી. ડેવિડ ઈન્ડિયન ફિલ્મોને ઘણી પસંદ કરતા હતા અને પોતાની ફિલ્મમાં આ કેરેક્ટર માટે કોઈ ઈન્ડિયન એક્ટરને કાસ્ટ કરવા માંગતા હતા. દિલીપ કુમાર પણ ડેવિડના કામથી પરિચિત હતા, તેમની પાછળી ફિલ્મ 'ધી બ્રિઝ ઑન ધી રિકવર ક્વાઈ'ને 7 ઓસ્કર અવોર્ડ મળી ચૂક્યા હતા, પરંતુ જ્યારે ડેવિડે દિલીપ સાહેબને ફિલ્મનો પ્રસ્તાવ આપ્યો તો દિલીપ કુમારે તેમની ફિલ્મમાં કામ કરવાની તરત ના પાડી દીધી.

કહેવામાં આવે છે કે દિલીપ કુમાર ક્યારેય હૉલીવુડ ફિલ્મોના ફેન નહોતા અને તેમને હૉલીવુડ ફિલ્મોમાં કામ કરવાનો કોઈ શોક પણ નહોતો. આ ફિલ્મથી ઈનકાર કરવાનું વધુ એક કારણ હતું કે દિલીપ કુમારને લાગતું હતું કે તેઓ આ ફિલ્મમાં ફિટ નથી થી શકે અને બાહરી દેખાશે. દિલીપ કુમારના ઈનકાર બાદ આ કેરેક્ટર ઓમાર શરીફને મળ્યો, ફિલ્મ રિલીઝ થઈ અને આ ફિલ્મ દ્વારા ઓમારે હૉલીવુડમાં નામ કમાયું. એટલું જ નહિ આ ફિલ્મને વર્ષ 1962માં 10 ઓસ્કર અવોર્ડ્સમાં નોમિનેશન મળ્યા, જેમાંથી આ પિલ્મે 7 ઓસ્કર અવોર્ડ જીત્યા હતા અને ડેવિડ લીનને આના માટે બેસ્ટ ડાયરેક્ટરનો અવોર્ડ મળ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X