#ViralVideo: પહેલો શૉ પૂરો થતા #DhoniRocks ની ગુંજ
એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીનો પહેલો શૉ પૂરો થઇ ચુક્યો છે અને ચારેતરફ ધોની રોકસની ધૂમ મચી છે. શૉ દરમિયાન એવો માહોલ હતો કે થેયેટરમાં ધોની ધોની જ સંભળાઈ રહ્યું હતું.
હવે જાણીયે કે લોકોનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉનો અનુભવ કેવો રહ્યો. ફિલ્મની શરૂઆત ખુબ જ શાનદાર રહી અને લોકો થેયેટરમાં ધોની ધોનીની ચીસો પાડી રહ્યા હતા.

ધોનીની બાયોપિકમાં લોકો સુશાંત સિંહ રાજપૂતમાં અભિનયથી ખુબ જ ખુશ છે. અત્યાર સુધીની બેસ્ટ બાયોપિક કહીએ તો પણ કઈ જ ખોટું નહીં હોય.
લોકોનું કહેવું છે કે આ અત્યાર સુધીની બેસ્ટ બાયોપિક છે. સૌથી રસપ્રદ વાતએ છે કે જે કપલ ફિલ્મ જોવા આવ્યા હતા. તેમાંથી છોકરીઓ સુશાંત સિંહની ફેન હતી અને છોકરાઓ ધોનીના ફેન્સ હતા.












Click it and Unblock the Notifications
