વધેલા વજન પર ટ્રોલ થયા ફરદીન ખાન, હવે આપ્યો આ જવાબ
છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર ચાલી રહેલા ફરદીન ખાન હાલમાં ચર્ચામાં આવ્યા હતા, જયારે તેમનું વજન વધી ગયું હતું. લોકો તેમને વધેલા વજન અંગે ટ્રોલ પણ કરી રહ્યા હતા. આ અંગે પહેલીવાર ફરદીન ખાને મીડિયા સાથે ખુલીને વાત કરી. ફરદીન ખાને કહ્યું કે લોકોએ તેમને કેવી રીતે ટ્રોલ કર્યા અને તેમને આ બધું કેવી રીતે વેઠ્યું. ફિરોઝ ખન્ના દીકરા ફરદીન ખાને વધારે ફિલ્મો નથી કરી.
તનુશ્રી દત્તાએ અજય દેવગણ પર આરોપ લગાવ્યો, જાણો આખો મામલો

મને નકામો પરેશાન કરવામાં આવ્યો
ફરદીન ખાને આ અંગે વાત કરતા કહ્યું કે તેમને નકામો પરેશાન કરવામાં આવ્યો હતો. તેમને કહ્યું કે આપણે આ બધી વસ્તુઓથી ઉપર ઉઠવાની જરૂર છે. મને ખરેખર તેનાથી કોઈ ફરક નથી પડતો. હું જે છું તે છું, હું પોતાને અરીસામાં જોઈ શકું છું. હું તેના પર હસું છું. હું મારા વિશે આજકાલ નથી વાંચતો.

ફરદીન ખાનના કરિયરની શરૂઆત
ફરદીન ખાને વર્ષ 1998 દરમિયાન પ્રેમ અગન ઘ્વારા પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારપછી તેઓ જાનશીન, લવ કે લિયે કુછ ભી કરેગા, પ્યાર તુને ક્યાં કિયા, નો એન્ટ્રી, હે બેબી અને ડાર્લિંગ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા. છેલ્લે તેઓ વર્ષ 2010 દરમિયાન દુલ્હા મિલ ગયા ફિલ્મમાં જોવા મળ્યા હતા. ફરદીન ખાનનું ફિલ્મી કરિયર ખુબ જ જલ્દી અટકી ગયું. ત્યારપછી જયારે તેઓ વધારે વજન સાથે જોવા મળ્યા, ત્યારે લોકોએ તેમને ટ્રોલ કરી નાખ્યા.

લૂકને કારણે પહેલા પણ ટ્રોલ કરવામાં આવ્યા
આ કોઈ પહેલીવાર નથી જયારે કોઈ સેલિબ્રિટીની બોડી શેમિંગ કરવામાં આવી હોય. ઘણી અભિનેત્રીઓ અને મોડલ ફિલ્મો છોડ્યા પછી પોતાના લૂકને કારણે ટ્રોલ થઇ છે. કોઈ મેકઅપ વિના સારી નહીં દેખાવવા પર તો, કોઈ વધેલા વજનને કારણે ટ્રોલ થઇ ચુકી છે.