ફરદીન ખાન બનશે જોડિયા બાળકોનાં પિતા
મુંબઈ, 27 ઑક્ટોબર : ફિલ્મ સ્ટાર ફિરોઝ ખાનના સુપુત્ર ફરદીન ખાનના ઘરે બહુ જ જલ્દી બાળકોની કિકિયારીઓ સંભળાશે. હા જી, ફરદીન ખાન પિતા બનવાના છે, પરંતુ તેના ઘરે એક નહિં, બે-બે પારણાં બંધાશે. કારણ કે ફરદીન જોડિયા બાળકોના. 32 વર્ષીય અભિનેતા ફરીન ખાને પોતે આ માહિતી મીડિયાને આપી અને જણાવ્યું કે તેમનાં પત્ની નતાશાને 13 અઠવાડિયાનો ગર્ભ છે. તે જોડિયા બાળકોને જન્મ આપનાર છે.

ફરદીને ટ્વિટર પર લખ્યું છે કે તેને એ જણાવતાં બહુ જ ખુશી થઈ રહી છે કે તેઓ પપ્પા બનવાનાં છે. મારાં પત્ની નતાશા ગર્ભવતી છે. તેઓ જોડિયા બાળકોને જન્મ આપનાર છે. તેમને 13 અઠવાડિયાનો ગર્ભ છે. તે પૂર્ણત્વે સ્વસ્થ અને સલામત છે. આપ તમામના પ્રેમ અને દુઆઓ માટે શુક્રિયા... ફરદીન ખાન.
આપને જણાવી દઇએ કે ફરદીન ખાન અને વીતેલા જમાનાના જાણીતાં અભિનેત્રી મુમતાઝના પુત્રી નતાશા માધવાણીના લગ્ન વર્ષ 2005માં થયા હતાં. ફરદીન ખાન બે વરસથી ફિલ્મી પડદેથી ગાયબ છે. તેમને છેલ્લે 2010માં સુષ્મિતા સેન સાથે દૂલ્હા મિલ ગયા ફિલ્મમાં જોવામાં આવ્યા હતાં.












Click it and Unblock the Notifications
