નતાશા-ફરદીને ગુમાવ્યાં જોડિયા બાળકો

મળતી માહિતી પ્રમાણે નતાશાનું તાજેતરમાં જ ઍબૉર્શન થઈ ગયું છે. ફરદીન ખાને ટ્વિટર પર આ દુઃખદ સમાચાર પોતાના ફૅન્સને આપી છે. ફરદીન ખાને લખ્યું - હું નતાશા સગર્ભા થવાના સમાચાર આપતી વખતે જેટલો ખુશ હતો, તેટલો જ આજે તેના મિસકૅરેજના સમાચાર આપતા દુઃખી છું. જેમ કે કહેવાય છે કે હમને તુમ્હે નહીં મારા, હમ સિર્ફ તુમ્હેં સ્ટ્રૉંગ બનાતે હૈં. જિંદગી યહી હૈ (અમે તમને નથી માર્યાં, અમે માત્ર તમને સ્ટ્રૉંગ બનાવીએ છીએ. જિંદગી આ જ છે).
ફરદીન ખાને સાથે એમ પણ લખ્યું છે - સૌથી જરૂરી અને મહત્વની વાત એ છે કે નતાશા હવે સાજા છે અને ફરીથી માતા બનવાનો પ્રયત્ન કરવા માંગે છે. મેં એક સંઘર્ષશીલ છોકરી સાથે લગ્ન કર્યાં.
વનઇન્ડિયાના તમામ દર્શકો તરફથી ફરદીન ખાન અને તેમના પત્ની નતાશાને વહેવામાં વહેલી તકે આ ખરાબ સમયમાંથી પસાર થવા માટેની દુઆ કરે છે. સાથે જ આશા સેવે છે કે જલ્દીથી તેઓ ફરી માતા-પિતા બનવાની ખુશી હાસલ કરે.
નોંધનીય છે કે ફરદીન ખાનના પત્ની નતાશા માધવાણી બૉલીવુડના જાણીતા અભિનેત્રી મુમતાઝના પુત્રી છે.












Click it and Unblock the Notifications
