Pics : સાચે જ હૉટ દેખાય છે ફરહાન અખ્તર

મુંબઈ, 4 ડિસેમ્બર : બૉલીવુડના જાણીતા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરના પુત્ર ફરહાન અખ્તરે રૉક ઑન સાથે બૉલીવુડમાં એક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. પછી તેમણે લક બાય ચાંસ, ધ ફકીર ઑફ વેનિસ, કાર્તિક કૉલિંગ કાર્તિક, જિંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મો કરી. તેમાં જિંદગી ના મિલેગી દોબારાએ બૉક્સ ઑફિસ પર એવરેજ વ્યવસાય કર્યો, પરંતુ બાકીની ફિલ્મો કઈં ખાસ ઉકાળી શકી નહીં. હવે ફરી એક વાર ફરહાન ઇન્ડિયન એથેલીટ મિલ્ખા સિંહના જીવન પર આધારિત ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.

ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ જુલાઈ-2013માં રિલીઝ થવાની છે, પરંતુ તેનું ટીઝર રિલીઝ કરી દેવાયું છે. ફરહાન અખ્તર-આમિર ખાન નિર્મિત તલાશ સાથે ભાગ મિલ્ખા ભાગનું ટીઝર બતાવાઈ રહ્યું છે. ફિલ્મ જોનાર દરેક દર્શકે આ ટીઝરના વખાણ કર્યાં છે અને સૌથી વધુ વખાણ થઈ રહ્યાં છે ફરહાન અખ્તરના. ફરહાન આ ટીઝરમાં ખૂબ હૉટ દેખાય છે. એમ કહેવું છે બૉલીવુડના હૉટ એક્ટ્રેસ લારા દત્તાનું.

લારા ઉપરાંત ટ્વિટર પર અનેક લોકો ફરહાન અખ્તર અંગે પૉઝિટિવ કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. દરેકને ફરહાનનો અંદાજ ખૂબ ગમી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ ટીઝર જોઈ લાગે છે કે ફરહાન અખ્તરે ફ્લાઇંગ શીખ તરીકે જાણીતા મિલ્ખા સિંહના પાત્ર સાથે પુરતો ન્યાય કર્યો છે. ફરહાન હૉટ દેખાવા સાથે પોતાના પાત્ર અંગે ખૂબ ગંભીર પણ દેખાય છે. એમ લાગે છે કે આ ફિલ્મ ફરહાનને એક્ટર તરીકે બૉલીવુડમાં મજબૂતી સાથે જમાવી દે તો નવાઈ નહીં કહેવાય.

હવે જોઇએ ભાગ મિલ્ખા ભાગ ફિલ્મની તસવીરી ઝલક. આપ જ નક્કી કરો કે ફરહાન અખ્તર કેવા લાગે છે?

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

રૉક ઑન ફિલ્મ દ્વારા ફરહાને બૉલીવુડમાં એક્ટર તરીકે એન્ટ્રી કરી.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

નિર્માતા-દિગ્દર્શક તરીકે ફરહાન ઘણાં સફળ રહ્યાં છે, પરંતુ એક્ટર તરીકે હજુ તેમને કૅરિયરની માઇલસ્ટોન ફિલ્મની જરૂર છે.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

મનાય છે કે ભાગ મિલ્ખા ભાગ ફરહાનના કૅરિયર માટે સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર ફિલ્મમાં ખૂબ હૉટ દેખાય છે. તેમના વખાણ લારા દત્તાએ પણ કર્યાં છે.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

હવે જોવું એ છે કે શું ફરહાન મિલ્ખા સિંહના પાત્ર સાથે પુરતો ન્યાય કરી શક્યાં છે કે નહિં?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X