આસારામ અને PM મોદી પર ફરહાન અખ્તરે તેવું તો શું કહ્યું કે લોકોએ વખાણ્યો
આસારામના રેપ કેસમાં દોષી જાહેર થયા પછી સોશ્યલ મીડિયા પર પીએમ મોદી અને આસારામની તસવીરો વાયરલ થઇ. જે પર એક્ટર ફરહાન અખ્તરે ટિપ્પણી કરી છે. જાણો અહીં.
જોધપુર કોર્ટે આસારામને 2013માં સગીર યુવતી સાથે બળાત્કાર કરવાના કેસમાં દોષી જાહેર કરીને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે. આસારામને જેવો જ દોષી જાહેર કરવામાં આવ્યો તેવો જ સોશ્યલ મીડિયામાં આસારામને લઇને જોક્સ અને ટિપ્પણીઓ શેયર થવા લાગી. સોશ્યલ મીડિયામાં જ્યાં મોટા ભાગના લોકોએ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો ત્યાં જ આસારામના સમર્થકોએ તેનો વિરોધ પણ કર્યો. આ વચ્ચે સોશ્યલ મીડિયા પર આસારામ સાથે નરેન્દ્ર મોદીનો એક વીડિયો પણ શેયર થઇ રહ્યો હતો. જેની પર બોલીવૂડ એક્ટર-ડાયરેક્ટ ફરહાન અખ્તરે પોતાની પ્રતિક્રિયા આપી છે. આસારામને દોષી જાહેર કર્યા પછી સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં આસારામને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેખાડવામાં આવી રહ્યા છે.

આ તસવીરો પર એક્ટર અને ડાયરેક્ટર ફરહાન અખ્તરે ટિપ્પણી કરી છે. ફરહાને કહ્યું કે આસારામને સજા થઇ તે સારી વાત છે. પણ શું લોકો તેની અને પીએમ મોદીની ફોટો શેર કરવાનું બંધ કરશે. ફરહાને ટ્વિટ કરીને કહ્યું કે તો આસારામ એક ચાઇલ્ડ રેપિસ્ટ છે. અને તેની દોષી જાહેર કરવામાં આવ્યો છે. સરસ, પણ શું લોકો પીએમ મોદી અને તેની તસવીરો શેર કરવાનું બંધ કરશે. આ દોષ સિદ્ધ થવાના પહેલા તેમને સંરક્ષણ આપવું કોઇ અપરાધ નથી. નિષ્પક્ષ રહો અને તેમને સંદેહનો લાભ લેવા દો આપણી જેમ તેમને પણ ખબર નહતી. જો કે ફરહાનના આ ટ્વિટને સોશ્યલ મીડિયામાં હવે વખાણવામાં આવી રહ્યું છે. એક યુઝરે તો તેમ પણ લખ્યું કે કાશ બધા તમારી જેમ લોજીકથી જોતા.

Man! Wish people could be as logical as you're being here. The extent to which some clowns can go to make a political point is beyond bizarre!
— Akshaye Rathi (@akshayerathi) April 25, 2018
True. And very fair and correct.
— Surya Iyer (@suryavoice) April 25, 2018
Can't say that for Nirav Modi picture, though.
No. I am not trying to be nasty.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
