Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આંસુ લૂંછવા માટે ફરહાને આપ્યો રૂમાલ : મિલ્ખા સિંહ

મુંબઇ, 12 જુલાઇ : દેશના ખૂબ જાણીતા રનર ફ્લાઇંગશીખ મિલ્ખા સિંહે જણાવ્યું છે કે જ્યારે તેઓ 'ભાગ મિલ્ખા ભાગ' જોઇને લાગણીશીલ થઇ ગયા હતા, ત્યારે તેમના આંસુ લૂછવા માટે ફરહાન અખ્તરે તેમને રૂમાલ આપ્યો હતો. પોતાના જીવન પર બનેલી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'ને જોયા બાદ પોતાના મિલ્ખા સિંહે પોતાના વિચારો પત્રકારો સમક્ષ રજૂ કર્યા હતા.

રાકેશ ઓમ પ્રકાશ મેહરાએ હાલમાં જ પોતાની નવી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'નું પ્રીમિયર લંડનમાં કરાયું હતું. મિલ્ખા સિંહે જણાવ્યું કે ત્રણ દિવસ પહેલા લંડનમાં કરવામાં આવેલા આ પ્રીમિયર શોમાં 'ભાગ મિલ્ખા ભાગ' જોઇ હતી. આ ફિલ્મના બીજા ભાગને જોતા મારા આંખમાંથી આંસુ સરી પડ્યા. ફરહાન અખ્તરે મને પોતાનો રૂમાલ કાઢીને આંસુ લૂછવા માટે આપ્યો.

milkha singh
મિલ્ખા સિંહે જણાવ્યું કે હું ફિલ્મો અંગે કંઇ જાણતો નથી. મેં છેલ્લે 1960માં છેલ્લીવાર ફિલ્મ જોઇ હતી. મારો પુત્ર જીવ ફિલ્મોનો ખુબ જ શોખીન છે અને તેણે રાકેશ ઓમપ્રકાશની 'રંગ દે બસંતી' જોઇ હતી અને તેણે જ મારી કહાણી મેહરાને આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશ ઓમપ્રકાશ મેહરાના નિર્દેશનમાં બનેલી ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તરે ફ્લાઇંગશીખ મિલ્ખા સિંહની ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મમાં સોનમ કપૂરની મહત્વની ભૂમિકા છે. 'ભાગ મિલ્ખા ભાગ' આજે શુક્રવારથી સિનેમાઘરોમાં રીલિઝ થઇ ગઇ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X