Pics : આ બોલીવૂડ હિરોઇનોએ ફેશનની પથારી ફેરવી દીધી

આમ તો આપણી બોલીવૂડ અભિનેત્રીઓ હંમેશા પોતાની સ્ટાઇલને લઇને રહે છે પૂરે પૂરી કોન્સીયસ. અને મોટો ભાગે તે લેટેસ્ટ અને ટેન્ડ્રી કપડામાં જ પોતાની સુંદરતાને ચાર ચાદ લગાડતી હોય છે.

પણ ક્યારેક ફેશનના આ ચક્કરમાં તે કંઇક તેવું પણ પહેરી બેસે છે જે કોઇ પણ રીતે ફેશનબેલ ના હોય બીજા શબ્દોમાં કહીએ તો આ હિરોઇનો ફેશનની પથારી ફેરવી દેતા હોય છે.

આજે અમે આવી જ કેટલીક બોલીવૂડ હિરોઇનોની તસવીરો તમને બતાવીશું જેને તમે ફેશન નહીં પણ ડિઝાસ્ટર કહેશો. અને આ નામોમાં મોસ્ટ સ્ટાઇલ ગણાતી દિપીકા, ઐશ્વર્યા, કરિના પણ છે. તો જુઓ આ બોલીવૂડ અભિનેત્રીઓનું ફેશન ડિઝાસ્ટર આ ફોટોસ્લાઇડરમાં...

અમિષા પટેલ

અમિષા પટેલ

અમિષા પટેલની આ ખતરનાક સ્ટાઇલીંગ જોઇને લાગે છે કે તે કોઇ બીજી જગ્યા જવાના બદલે અહીં આવી ગઇ છે.

પરણિતી ચોપરા

પરણિતી ચોપરા

લાગે છે કે પરણિતી ચોપરાએ ગાઉન નહીં દુપટ્ટો વીંટ્યો હોય.

કરીના કપૂર

કરીના કપૂર

બેબો આમ તો છે ખૂબ જ સ્ટાઇલિશ પણ આ શું ઇન શર્ટ કરેલું ટીશર્ટ, જૂના ટાઇમનું બેગી પેન્ટ ઉપરથી કોટ અને કોઇ રીતે ફીટ ના થતું લેધર પર્સ. બેબો તારાથી આ આશા તો નહતી.

સોનાલી કુલકર્ણી

સોનાલી કુલકર્ણી

ફેશન મારવી સારી પણ પછી સાવ ખે આમ. સ્ટાઇલ મારવાના ચક્કરમાં લાગે છે સોનાલી તે ભૂલી ગઇ છે કે તેણે ના દેખડવાનું પણ દેખાડી દીધું છે.

કંગના રાણવત

કંગના રાણવત

લાગે છે કે કંગનામાં સની લિયોનીનું ભૂત આવી ગયું છે ત્યારે તો આવા પીંકી ફ્રિલ વાળું ફ્રોક અને તેની પર આવો અજીબ બેલ્ટ પહેરી કંગના આવી છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

આમ તો પોતાની યૂનિક સ્ટાઇલીંગ માટે અનુષ્કા વખણાય છે. પણ લાગે છે કે અનુષ્કાએ કંઇક નવું કરવા ચક્કરમાં આ કરી દીધું અછે.

કરિના કપૂર

કરિના કપૂર

કદાચ આપણા ગામની છોકરીઓ પણ આના કરતા સારી સ્કર્ટ મીડી પહેરતી હશે

વિદ્યા બાલન

વિદ્યા બાલન

આમ પણ વિદ્યા બાલન તેના કપડાને લઇને કંઇ ખાસ પોપ્યુલર તો છે નહીં. પણ વિદ્યા કપડાને લઇને આટલું ખરાબ પણ કોઇ કંઇ રીતે થઇ શકે?

હુમા કુરેશી

હુમા કુરેશી

લાગે છે કે હુમાએ કોઇ પેરેશૂટ કે ગુબ્બારાવાળા ને ત્યાંથી કપડું લાવી આ ડ્રેસ બનાવ્યો છે.

કાજોલ

કાજોલ

કાજોલ જેટલી સારી અદાકારા છે તેટલી સારી ફેશન સ્ટાલિસ્ટ નથી તે વાત તો બધા જ જાણે છે પણ તમે છતાં કાજોલ થોડુંક તો પોતાના અરીસા સામે જોવું હતું આ ડ્રેસ પહેરીને!

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

બિચારી મલ્લિકાને થયું હવે મારી પર કોઇ કોન્ટ્રોવર્સી નથી ચાલતી તો લાવ કપડાની કોન્ટ્રોવર્સી કરું પણ દુખની વાત એ છે કે તેમાંય મલ્લિકા ભોંઠી પડી.

ઐશ્વર્યા

ઐશ્વર્યા

હંમેશા પરફેક્ટ લાગતી અને પરફેક્ટ કપડા પહેરતી ઐશ્વર્યાએ પણ સ્ટાઇલના ચક્કરમાં એવા કટ દરજી પાસેથી કપાવ્યા કે સારી લાગવાના બદલે તે અજીબ જ લાગવા લાગી.

સુસ્મિતા સેન

સુસ્મિતા સેન

મોસ્ટ સ્ટાઇલિશ સુસ્મિતાએ આ શું પહેર્યું આવું જેપ્પલ વાળું ટોપ તો 80ના દાયકામાં ચાલતું હતું.

કિન્નત અરોરા

કિન્નત અરોરા

આ ડ્રેસ જોઇને લાગે છે કે તેના ઘરમાં આ સોનારી કપડાનો ભંડાર હશે.

રાની મુખર્જી

રાની મુખર્જી

રાની મુખર્જીને આ ગાઉનમાં જોઇને લાગે છે કે તે ભૂલની તેની દાદીમાંની નાઇટી પહેરીને આવી ગઇ છે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

આ પીચ ગાઉનમાં દિપીકાને જોતા લાગે છે કે તેને ડિઝની વર્લ્ડની સિન્ડ્રેલાથી પોતાનો ડ્રેસ ખરીદ્યો હોય. એટલામાં ઓછું હોય તેમ તેણે જે ફરી ઓવર લેપ પહેર્યો છે. જે બતાવે છે કે આનાથી ખરાબ તો કંઇ હોઇ જ ના શકે

એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂરના મોટા ભાગના ડ્રેસ ફેશન ડિઝાસ્ટર હોય છે તેમાં કોઇ નવાઇ નથી પણ આ ડ્રેસ તેમાં પણ અવ્વલ નંબરે આવે છે.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

સોના નામ હોવાથી ગોલ્ડ પ્રત્યે પ્રેમ હોય તે માન્યું પણ કેલિઓપેટ્રા બનવાના ચક્કરમાં સોનાએ કંઇક અજીબ પર અખતરો પોતાની પર કરી દીધો હોય તેવું લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X