Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મળો એવા બૉલીવુડ સ્ટાર્સને કે જે પપ્પાની કૉપી કરે છે...

મુંબઈ, 16 જૂન : ગઈકાલે ફાધર્સ ડે હતો. દુનિયાના દરેક સ્થળની જેમ બૉલીવુડમાં પણ આ દિવસ સિતારાઓએ પોતાના જન્મદાતા પોતાના પિતાને સમર્પિત કર્યો. પિતા વગર જીવન અપૂર્ણ હોય છે. આ વાત તો બધાને ખબર છે, પણ ફિલ્મી દુનિયામાં એવા અનેક સિતારાઓ છે કે જેમના સંતાનોમાં તેમના પિતાનો જ અક્સ દેખાય છે. આ કારણસર તેઓ સફળ પણ નિવડ્યાં, તો આજ કારણ ક્યારેક તેમની નિષ્ફળતા માટે પણ જવાબદાર બન્યું.

જે કંઇ હોય, પિતા-પુત્ર અને પિતા-પુત્રીની જોડીઓએ રીલ લાઇફ તથા રીયલ લાઇફમાં બહુ કમાલ કરી છે. તેથી ફિલ્મી સિતારાઓ ઇચ્છે છે કે તેઓ પણ પોતાના પિતા જેવા જ પિતા બને. આ સિતારાઓ માટે પિતા તેમના સંરક્ષક જ નહીં, પણ મિત્ર, સલાહકાર અને ગુરુ પણ છે.

માતાની જેમ પિતા સામાન્ય રીતે પોતાના બાળકોને કહી નથી શકતાં કે તેઓ પોતાના બાળકોને બહુ પ્રેમ કરે છે. તેથી સામાન્ય રીતે આપને અનેક પરિવારો એવા મળશે કે જ્યાં બાળકોને પપ્પાની કઠોરતાનો તો અહેસાસ થતો હોય છે, પણ તેઓ તેમની કોમળતાથી કોસો દૂર હોય છે.

ચાલો સ્લાઇડરમાં જોઇએ એવા સિતારાઓને કે જેમનામાં તેમના પિતાનો અક્સ દેખાય છે :

સોનમ-અનિલ

સોનમ-અનિલ

પોતાના પપ્પાને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ કહેતા સોનમ કપૂરને પોતાનો લાઇફ પાર્ટનર અનિલ કપૂર જેવો જ જોઇએ. સોનમ પોતાની લગભગ દરેક ફિલ્મમાં અનિલના ડાન્સિંગ સ્ટેપની કૉપી કરે છે.

સોનાક્ષી-શત્રુઘ્ન

સોનાક્ષી-શત્રુઘ્ન

બૉલીવુડના મિસ દબંગ સોનાક્ષી સિન્હા માટે તેમના આઇડિયલ તેમના પપ્પા શત્રુઘ્ન સિન્હા જ તો છે. એટલે જ તો સોનાક્ષી દરેક જગ્યાએ પોતાના પપ્પાનો ફૅવરિટ ડાયલૉગ ખામોશ... બોલતા નજરે પડે છે.

ડેવિડ-વરુણ

ડેવિડ-વરુણ

પોતાના પુત્ર વરુણ ધવનને હીરો બનાવી ડેવિડ ધવને ફરીથી પોતાની ઓળખ પામી છે. તેમાં કોઈ શંકા નથી કે વરુણે ડેવિડની દરેક અદાનું વ્યવસ્થિત અધ્યયન કર્યું છે. એટલે જ તો વરુણ પોતાના પપ્પાની ફિલ્મ મૈં તેરા હીરોમાં ડેવિડના તે જ જૂના નાયકોની જેમ નજરે પડ્યાં કે જેના માટે ડેવિડ જાણીતા છે.

ટાઇગર-જૅકી

ટાઇગર-જૅકી

ટાઇગર શ્રૉફ તો એકદમ પોતાના પપ્પા જૅકી શ્રૉફ જેવા જ દેખાય છે. ક્યારેક તો લાગે છે કે જૅકીની યુવાની ટાઇગર સ્વરૂપે પરત ફરી છે.

રણબીર-ઋષિ

રણબીર-ઋષિ

ભલે રંગ-રૂપમાં રણબીર કપૂર પોતાના પિતા ઋષિ કપૂર નહીં, પણ મમ્મી નીતૂ સિંહની કૉપી હોય, પણ તેમની એક્ટિંગ-ડાન્સિંગમાં ઋષિની ઝલક દેખાય છે.

હૃતિક-રાકેશ

હૃતિક-રાકેશ

પિતા-પુત્રની આ કમાલની જોડીએ હિન્દી સિનેમાને સુપર હીરો આપ્યો છે. હૃતિકની દરેક વાતે તેમના પપ્પાનો ઉલ્લેખ હોય છે, તો રાકેશની દરેક ફિલ્મમાં હૃતિક. હૃતિક માટે તેમના પપ્પા જ તેમના ભગવાન છે. તેથી તેમની એક્ટિંગમાં પપ્પા રાકેશનો અક્સ દેખાય છે.

અભિષેક-અમિતાભ

અભિષેક-અમિતાભ

અભિષેક બચ્ચનની આબેહુબ કદકાઠી પોતાના પપ્પા અમિતાભ બચ્ચન જેવી જ છે. અહીં સુધી કે તેમનું હરવુ-ફરવુ, બોલવુ-ચાલવુ બધુ પોતાના પપ્પા જેવું જ છે. એક્ટિંગમાં પણ અભિષેક અમિતાભ જેમ જ દેખાય છે. તેથી જ લોકોનું કહેવું છે કે અભિષેકનું સુપરસ્ટાર ન બની શકવાનું આ જ મોટુ કારણ છે. જોકે સફળતા-નિષ્ફળતાને એક બાજુ મૂકીએ, અભિષેક-અમિતાભ બૉલીવુડની બેસ્ટ રીલ અને રીયલ લાઇફ જોડી છે.

ધર્મેન્દ્ર-સન્ની

ધર્મેન્દ્ર-સન્ની

એમ તો ધર્મેન્દ્ર ઉર્ફે ધરમજીના બંને પુત્રો સન્ની દેઓલ અને બૉબી દેઓલ શાનદાર અભિનેતઓ છે, પણ સન્નીને લોકો ધરમજીની કૉપી કહે છે.

અક્ષય-વિનોદ

અક્ષય-વિનોદ

અક્ષય ખન્ના પણ પોતાના પિતા વિનોદ ખન્નાની કૉપી ગણાતા હતાં. તેમની એક્ટિંગમાં પણ વિનોદનો અંશ ઝળકતો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X