Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

FIFA World Cup 2022: નોરા ફતેહીએ કર્યો ધમાકેદાર ડાંસ, કાતિલ મૂવ્સે જીત્યુ ફેન્સનુ દિલ

ફીફા વર્લ્ડ કપની ક્લોસિંગ સેરેમનીમાં નોરી ફતેહીએ ધમાકેદાર ડાંસ પર્ફોમ કરીને ફેન્સનુ દિલ જીતી લીધુ.

FIFA World Cup 2022: આર્જેન્ટીનાએ ફીફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ જીતીની ઈતિહાસ રચી દીધો. જેની ઉજવણી દુનિયાભરમાં ફૂટબૉલ ફેન્સ કરી રહ્યા છે. આ જીતનો જોશ બૉલિવુડ સ્ટાર્સમાં પણ જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર મેસ્સીને જીતની શુભકામનાઓનુ ઘોડાપૂર આવી ગયુ. બૉલિવુડ અભિનેત્રી નોરા ફતેહીએ પણ ક્લોઝિંગ સેરેમનીમાં પોતાના ડાંસથી સહુનુ દિલ જીતી લીધુ.

નોરા ફતેહીએ કર્યો ધમાકેદાર ડાંસ

નોરા ફતેહીએ કર્યો ધમાકેદાર ડાંસ

બૉલિવુડ અભિનેત્રી નોરા ફતેહીએ ફિફા વર્લ્ડ કપ 2022ના સમાપન સમારોહમાં પોતાના ડાંસથી ધૂમ મચાવી હતી. અભિનેત્રીના ધમાકેદાર ડાંસ પર્ફોર્મન્સની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. કાળા પોશાકમાં અભિનેત્રી જ્યારે પોતાનુ આકર્ષણ જમાવવા સ્ટેજ પર પહોંચી ત્યારે સર્વત્ર તાળીઓનો ગડગડાટ થયો હતો.

નોરાના મૂવ્સથી ફેન્સ થયા ક્રેઝી

નોરા ફતેહીએ હૉલીવુડના ગીત એવરીબડી, લાઈટ ધ સ્કાય જેવા ગીતો પર સ્ટેજ પર પોતાનુ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યુ હતુ. એક્ટ્રેસના ડાન્સથી દર્શકો એટલા પ્રભાવિત થયા કે ત્યાં બેઠેલા દરેક લોકો હૈયા હૈયાની બૂમો પાડવા લાગ્યા. અભિનેત્રીના ડાન્સ મૂવ્સે ચાહકોનુ દિલ જીતી લીધુ હતુ. હાલમાં તેના પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વિદેશી સ્ટાર્સે પણ લીધો ભાગ

નોરા ફતેહી સિવાય અન્ય ઘણા દેશોના કલાકારોએ પણ ફિફા વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. જેમાં બાલ્કિસ, રહેમા રિયાદ અને મનલે કલાકારોએ લાઈટ ધ સ્કાય ગીત પર તેમના ડાન્સ મૂવ્સથી ચાહકોના દિલ જીતી લીધા હતા. આ સિવાય ઘણા ભારતીય સ્ટાર્સે પણ ભાગ લીધો હતો.

નોરા ફતેહીનુ નામ આંતરરાષ્ટ્રીય સ્તરે વધશે

ફિફા વર્લ્ડ કપના સમાપન સમારોહમાં પ્રદર્શન કરનાર એકમાત્ર ભારતીય સ્ટાર રહી. રિપોર્ટ્સ મુજબ ફિફા વર્લ્ડ કપમાં પ્રદર્શન કર્યા બાદ હવે નોરા ફતેહીનુ નામ આંતરરાષ્ટ્રીય સ્તર પર વધશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય સિનેમા ઉદ્યોગના અન્ય ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X