શાહરુખથી ડરી ગયાં છે સલમાન-અજય

મુંબઈ, 7 નવેમ્બર : સલમાન ખાન અને શાહરુખ ખાનવચ્ચે કઈ વાતનો ઝગડો છે, તે અંગે આજ સુધી કોઈ ખુલાસો થયો નથી, પરંતુ બંને વચ્ચેની ખીણ વધુ ઉંડી થઈ ગઈ છે. એટલે જ તો સલમાન કોઈ તક નથી છોડતા શાહરુખને નીચું બતાવવાની. ક્યારેક બૉલીવુડના કરણ-અર્જુન રહેલાં શાહરુખ-સલમાન આજે એક-બીજાનો ચેહરો પણ જોવા નથી માંગતા. છેલ્લા કેટલાંક સમયથી બંનેએ એક-બીજા અંગે ખુલીને બોલવાનું તો બંધ કરી દીધું છે, પરંતુ વાતો-વાતોમાં સલમાન શાહરુખ અંગે કૉમેન્ટ કરવાનું નથી ચુકતાં.

Shahrukh-Salman-Ajay

તેથી જ તેઓ અજય દેવગણ સાથે રહે છે, કારણ કે અજયની કૉમેડી ફિલ્મ સન ઑપ સરદાર એ જ દિવસે રિલીઝ થઈ રહી છે કે જે દિવસે શાહરુખની જબ તક હૈ જાન, પરંતુ વિચારવા લાયક બાબતએ છે કે આખરે અજય અને સલમાન શાહરુખની ફિલ્મથી આટલા ભયભીત કેમ થઈ રહ્યાં છે? શું એનો મતલબ એમ છે કે બંને જ કલાકારોએ માની લીધું છે કે શાહરુખની જેટીએચજે અજયની એસઓએસ કરતાં ખૂબ સારી છે અને તે હિટ થઈ જશે.

કદાચ આ જ ભયના કારણે અજય-સલમાન બંને મળી શાહરુખની ફિલ્મ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે, કારણ કે યશરાજ અને શાહરુખની ફિલ્મ તો કાયમ દીવાળીએ જ રિલીઝ થતી હોય છે. તેથી જો આ વખતે પણ રિલીઝ થઈ રહી હોય, તો કોઈ નવી વાત નથી, પરંતુ જે રીતે અજય પોતાની અને શાહરુખ પોતાની ફિલ્મ અંગે રિએક્ટ કરી રહ્યાં છે, તેનાથી તો સ્પષ્ટ છે કે અજય-સલમાનને એમ લાગે છે કે એસઓએસ જેટીએચજે આગળ ટકી નહિં શકે અથવા બીજા શબ્દોમાં કહીએ તો શાહરુખથી ભયભીત છે સલમાન-અજય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X