For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Box Office: ટાઈગર શ્રૉફની 'બાગી 3'એ અઠવાડિયું પૂરું કર્યું- 2020ની ટૉપ 2માં સામેલ

Box Office: ટાઈગર શ્રૉફની 'બાગી 3'એ અઠવાડિયું પૂરું કર્યું- 2020ની ટૉપ 2માં સામેલ

|
Google Oneindia Gujarati News

ટાઈગર શ્રોફ-શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ બાગી 3એ સિનેમાઘરોમાં એક અઠવાડિયું પસાર કરી લીધું છે. ધમાકેદાર ઓપનિંગની સાથે ફિલ્મની કમાણી સારી રહી છે અને એક અઠવાડિયામાં ફિલ્મ 90 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જ્યારે બીજા વિકેન્ડ પર ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લઈ લેસે. કોરોનાથી ફિલ્મની કમાણી પ્રભાવિત થઈ છે. પરંતુ ખાસ વાત એ છે કે કોરાનાના કહેરના કારણે કેટલીય આગામી ફિલ્મો પોસ્ટપોન થઈ ચૂકી છે, જેનાથી થોડો ફાયદો બાગી 3ને મળી શકે છે.

top earning film

અક્ષય કુમાર સ્ટારર રોહિ શર્માની ફિલ્મ સૂર્યવંશી 24 માર્ચે રિલીઝ થનાર હતી, પરંતુ ફિલ્મ પોસ્ટપોન થઈ ચૂકી છે. હાલ નવી રિલીઝ ડેટની ઘોષણા નથી થી. જ્યારે કેટલાય શહેરોમાં 31 માર્ચ સુધી સિનેમાઘરોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે, ખાસ કરીને સિંગલ સ્ક્રીન સિનેમાઘરોને.

બાગી 3ની વાત કરીએ તો ટ્રેડ પંડિતો મુજબ ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન 140-150 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ફિલ્મ તગડાં બજેટ પર તૈયાર થઈ છે, આ હિસાબે ફિલ્મે હિટ થવા માટે 150 કરોડનો આંકડો પાર કરવો જ પડશે. હાલ આ 100 કરોડના ક્લબમાં સામેલ થનાર 2020ની બીજી ફિલ્મ હશે.

અહીં જુઓ 2020ની સૌથી વધુ કમાણી કરનાર ટૉપ 6 ફિલ્મો વિશે...

તાનાજી

તાનાજી

અજય દેવગનની ફિલ્મ તાનાજીએ 280 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ 8 અઠવાડિયાથી વધુ સિનેમાઘરો પર રાજ કર્યું છે.

બાગી 3

બાગી 3

જ્યારે ટાઈગર શ્રૉફની બાગી 3એ એક અઠવાડિયામાં 90 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. સાથે જ 2020ની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.

સ્ટ્રીટ ડાંસર

સ્ટ્રીટ ડાંસર

વરુણ ધવન-શ્રદ્ધા કપૂર સ્ટારર આ ડાંસ ફિલ્મે 75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. વધુ બજેટ હોવાના કારણે ફિલ્મ ફ્લૉપ થઈ ચૂકી છે.

મલંગ

મલંગ

આદિત્ય રૉય કપૂર, દિશા પટાની, અનિલ કપૂર, કૃણાલ કપૂર સ્ટારર આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મે 59 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

શુભ મંગલ જ્યાદા સાવધાન

શુભ મંગલ જ્યાદા સાવધાન

આયુષ્માન ખુરાનાની આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર 62.05 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ એવરેજ રહી છે.

લવ આજ કલ

લવ આજ કલ

કાર્તિક આર્યન અને સારા અલી ખાનની આ ફિલ્મે 36.50 કરોડનો બિઝનેસ કર્યો છે. ઈમ્તિયાજ અલીની આ ફિલ્મ સુપર ફ્લૉપ રહી છે.

TV શોમાં નેહા ધૂપિયા બિંદાસ્ત બોલી- 6 બૉયફ્રેન્ડ રાખવા છોકરીની મરજી, થઈ ટ્રોલTV શોમાં નેહા ધૂપિયા બિંદાસ્ત બોલી- 6 બૉયફ્રેન્ડ રાખવા છોકરીની મરજી, થઈ ટ્રોલ

English summary
film Baaghi 3 completes one week on box office, Know the collection here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X