મૅરી કોમનો રોલ પામી ભાગ્યશાળી અનુભવતાં પ્રિયંકા
મુંબઈ, 15 ડિસેમ્બર : બૉલીવુડના કાતિલ હસીના પ્રિયંકા ચોપરાએ પોતાના કૅરિયરમાં ઘણું બધું અજુગતું કર્યું છે કે જેના કારણે સફળતા તેમનો પડછાયો બની છે. પ્રિયંકા ચોપરા આજકાલ બૉક્સર મૅરી કોમ પર બનનાર ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યાં છે.

ફિલ્મ અંગે વાતચીત કરતાં પ્રિયંકાએ જણાવ્યું - હું મૅરી કોમનો રોલ કરી રહી છું. તેના માટે પોતાની જાતને લકી માનુ છું. પડદા પર મૅરી કૉમ બનવું મારા માટે ગૌરવની વાત છે, કારણ કે મૅરી કૉમ જેવી દીકરી પર તો આખા દેશ ગૌરવ અનુભવે છે. તેઓ દેશના ઓળખ છે, તેમના સંઘર્ષ તથા સફળતાની સફર આગળ હું પણ માથું ઝુકાવું છું.
નોંધનીય છે કે ભૂતપૂર્વ વિશ્વ સુંદરી પ્રિયંકા ચોપરા આપને રૂપેરી પડદે મુક્કાબાજી કરતાં દેખાશે. નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઓલિમ્પિક વિજેતા મૅરી કૉમનું પાત્ર ભજવી રહ્યાં છે. ફિલ્મનુ શુટિંગ આવતા મહીને શરૂ થવાનું છે. પોતાના રોલમાં જીવંતતા લાવવા માટે પ્રિયંકા મૅરી કોમ પાસેથી ખાસ તાલીમ લેવાનાં છે અને મૅરી કોમે પણ આ અંગેની તૈયારી દર્શાવી છે.
ફિલ્મની વાર્તા મૅરી કોમના જીવન પર જ આધારિત હશે. ફિલ્મનું નામ હજુ નક્કી નથી થયું.












Click it and Unblock the Notifications
