અક્ષય કુમાર અને કેટરીના કેફની ફિલ્મ સૂર્યવંશી 3200 સ્ક્રીન પર રિલીઝ થશે, જાણો તારીખ
અક્ષય કુમાર અને કેટરીના કેફની ફિલ્મ સૂર્યવંશી 3200 સ્ક્રીન પર રિલીઝ થશે, જાણો તારીખ
રોહિત શેટ્ટીએ સૂર્યવંશીના પ્રમોશનનો પ્લાન બનાવી લીધો છે અને આના પર કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. માનવામાં આવી રહ્યું છે કે રોહિત શેટ્ટી ફિલ્મના બીજા ટ્રેલર સાથે તૈયાર હતા પરંતુ પછી તેમણે તે ના દેખાડવાનો ફેસલો કર્યો કેમ કે ફિલ્મનો મોટાભાગનો હિસ્સો સામે આવી જશે. અગાઉ માર્ચ 2020માં સૂર્યવંશીનું પહેલું ટ્રેલર રિલીઝ થયું હતું જે 3.30 મિનિટથી ઉપરનું હતું.
હવે રોહિત શેટ્ટી નવા પ્રોમોનું શૂટિંગ કરવાનું શરૂ કરી દીધું છે અને અક્ષય કુમાર પણ જલદી જ તેમને જોઈન કરશે. પ્રોમો ઉપરાંત રોહિત શેટ્ટીના ત્રણ ગીત રિલીઝ કરશે જેમાં બંનેથી તેમને ઘણી ઉમ્મીદો છે.

સૂર્યવંશી
જ્યારે સૂર્યવંશી બનવી શરૂ થઈ હતી ત્યારથી જ અક્ષય કુમાર અને કેટરીના કેફના ટિપ ટિપ બરસા પાની રીમેકની ચર્ચા રહી છે. સૂર્યવંશીમાં અક્ષય કુમાર પોતાની જ ફિલ્મ મોહરાનું આ મશહૂર ગીત રીમેક કરી ચૂક્યા છે. પાછલી વખતે તેમની સાથે રવીના ટંડન હતી અને આ વખતે કેટરીના કેફ. જેમની ઝલક મેળવવા માટે દર્શકો ઘણા ઉત્સુક છે. બસ હવે ત્યારે થોડોક જ ઈંતેજાર.
જે કોઈએ પણ આ ગીત જોયું છે તેઓ સ્પષ્ટ રીતે માનવા માટે તૈયાર છે કે રોહિત સેટ્ટીએ આ ગીતનું રીમેક ઓરિજનલથી સારી રીતે બનાવ્યું છે. રોહિત શેટ્ટી અગાઉ પણ પોતાની ફિલ્મોમાં નીંદ ચુરાઈ મેરી, આંખ મારે ઓ લડકી આંખ મારે જેવાં ગીત રીમેક કરી ચૂક્યા છે.

3200 સ્ક્રીન પર રિલીઝ થશે
સૂર્યવંશી 5 નવેમ્બરે દિવાળીના તહેવારના અવસર પર રિલીઝ થઈ રહી છે. અને હવે રિપોર્ટ્સનું માનીએ તો ભલે અક્ષય કુમારને 100 ટકા સ્ક્રીન ના મળી રહી હોય પરંતુ કોરોના બાદ આ સૌથી મોટી રિલીઝ હશે. સૂર્યવંશી 3200 સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે જે કોરોના બાદ અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ હશે. માનવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહની તિકડી સાથે કેટરીના કેફનો તડકો ફિલ્મને શાનદાર બનાવવા માટે કાફી છે.

સૂર્યવંશી સાથે થશે શુભ દિવાળી
આ વર્ષે સિનેમાઘરોની શરૂઆત થઈ હતી અક્ષયની ફિલ્મ બેલબૉટમ સાથે જેના માટે તેમને 1600 સ્ક્રીન મળી હતી. અક્ષય કુમાર લગભગ બમણી સ્ક્રીન કાઉન્ટ સાથે પડદા પર જોવા મળશે. જેમાંથી 500થી વધુ મલ્ટીપ્લેક્સ અને લગભગ એટલા જ સિંગલ સ્ક્રીન, અક્ષય કુમાર સાથે ધમાકો કરવા માટે તૈયાર છે. કોરોનામાં જે થિયેટરે કામ પૂરી રીતે બંધ કરી દીધું હતું તે પણ અક્ષય કુમારની સૂર્યવંશી સાથે માર્કેટમાં પરત ફરી રહ્યા છે.

18 મહિના સુધી ઈંતેજાર કર્યો
અગાઉ ફિલ્મની નવી રિલીઝ ડેટને લઈને હાલ ઘણી દુવિધા ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ 15 ઓગસ્ટ અથવા તો 2 ઓક્ટોબરે રિલીઝ થઈ શકે છે. પરંતુ રોહિત સેટ્ટીએ એક ઈન્ટર્વ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ કરવાના પક્ષમાં છે અને તેની પહેલાં એકેય પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં નવીં આવે. ફિલ્મના સ્ટ્રીમિંગ રાઈટ્સ નેટફ્લિક્સ પાસે છે. ફિલ્મને કેટલાય ઓનલાઈન પ્લેટફોર્મ તરફથી સારી ડીલ મળી છે પરંતુ ફિલ્મની ટીમે બધી જ ઑફર ઠુકરાવી દીધી છે. ફિલ્મ રિલીઝ કરવા માટે લગભગ 18 મહિના લાંબો ઈંતેજાર કરવામાં આવ્યો છે.

રોહિત સેટ્ટીએ વચન નિભાવ્યું
અહેવાલ હતા કે અક્ષય કુમાર- કેટરીના કેફ સ્ટારર આ ફિલ્મની રિલીઝના ઈંતેજારમાં ખુદ રોહિત શેટ્ટી પણ થાકી ચૂક્યા છે. અને માનવામાં આવી રહ્યું હતું કે રોહિત શેટ્ટીએ ફિલ્મની રિલીઝ કરવાનું મન બનાવી લીધું છે. એટલી હદે કે તેઓ ડિજિટલ માધ્યમ પર પણ ફિલ્મ રિલીઝ કરવા માટે તૈયાર હતા. પરંતુ અંતમાં રોહિતે દર્શકોના એન્ટરટેઈનમેન્ટને ઉપર રાખતાં ઈંતેજાર કરવો સારું સમજ્યા.

મોટા પડદા પર થયો લાંબો ઈંતેજાર
સૂર્યવંશીની ટીમનું માનવું છે કે અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહની તિકડી પડદા પર તબાહી મચાવી દેશે. સૂર્યવંશીમાં દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવાની લાયકાત છે અને માટે જ તેમણે પહેલાં જ થિયેટર માલિકો પાસે પોતાનો ભાગ માંગી લીધો છે. અત્યાર સુધી રોહિત શેટ્ટી અને રિલાયન્સને સૂર્યવંશી માટે OTT પ્લેટફોર્મથી ઘણી મોટી ડીલ મળતી રહી પરંતુ તેમણે દર્શકો સાથે દગો નથી કરવા માંગતાનું જણાવી આ ડીલ ઠુકરાવી દીધી. ફિલ્મ મોટા પડદા માટે બની છે અને મોટા પડદા પર જ આવશે.

વીર પ્રતાપ સૂર્યવંશીનું સ્વાગત કરવા માટે તૈયાર રહો
નક્કી જ માનવામાં આવી રહ્યું છે કે સૂર્યવંશી જ્યારે પણ રિલીઝ થશે, હિન્દી ફિલ્મોના બૉક્સ ઑફિસ ઓપનિંગના રસ્તા ખોલશે. પરંતુ હવે ફિલ્મની રિલીઝ પર ફેસલો થયા બાદ નક્કી થઈ શકશે કે ફિલ્મ કેટલું કમાશે. જી હાં, ફિલ્મ બહુ ધમાકેદાર કમાણી ના કરી શકે તો નવાઈ નહીં. ફેન્સ 2018થી સૂર્યવંશીનો ઈંતેજાર કરી રહ્યા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ








Click it and Unblock the Notifications
