ફિલ્મ નિર્માતા બોની કપૂરને મળી અંડરવર્લ્ડની ધમકી
મુંબઇ, 5 સપ્ટેમ્બર: બૉલીવુડના જાણીતા નિર્માતા બોની કપૂરને અંડરવર્લ્ડ દ્વારા ધમકી મળી રહી છે. શ્રીદેવીના પતિ અને અનિલ કપૂરના મોટા ભાઇ બોની કપૂરે આ અંગે મુંબઇ એન્ટી એક્સટોર્શન સેલમાં ફરિયાદ દાખલ કરી છે. સૂત્રોનું માનીએ તો ધમકીભર્યા કોલ્સ બાદ કપૂર પરિવારને પોલીસ સુરક્ષા પુરી પાડી શકે છે.

મળતી માહિતી મુજબ મુંબઇ પોલીસે ફરિયાદ દાખલ કરી પ્રાથમિક તપાસ શરૂ કરી દિધી છે. મુંબઇ પોલીસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે ફોન કયા નંબર દ્વારા અને કઇ વ્યક્તિએ કર્યો છે. હજુ સુધી અંડરવર્લ્ડની કઇ ગેંગે બોની કપૂરને ધમકી આપી છે.












Click it and Unblock the Notifications
