આખરે બાળક દત્તક કેમ લેવા માંગે છે કરણ જૌહર

મુંબઈ, 30 મે : બૉલીવુડ ફિલ્મ નિર્માતા કરણ જૌહરને લોકો લવિંગ પર્સન કહે છે. પોતાના જીવનમાં પ્રેમને જરર કરતાં વધુ મહત્વ આપનાર કરણ જૌહરે એક ચોંકાવનારી વાત કહી છે કે તેઓ વગર લગ્ને બાળક દત્તક લેવા માંગે છે. તાજેતરમાં જ પોતાનો 41મો જન્મ દિવસ ઉજવનાર કરણ જૌહરના લગ્નનો લોકો ઇંતેજાર કરે છે અને તેઓ છે કે વગર લગ્ને પિતા બનવાની ફિરાકમાં છે.

karanjohar

કરણ જૌહર જોકે બાળક દત્તક લેવા પાછળનું કારણ તો નથી સ્પષ્ટ કરતાં, પરંતુ તેમના આવા નિર્ણય અંગે લોકોએ ચટપટા પ્રત્યાઘાતો આપવાનું શરૂ કર્યું છે. કેટલાંક લોકોએ ટ્વિટ કર્યું કે બાળક દત્તક લેવું તે કરણ જૌહરની નબળાઈ છે. કેટલાંક લોકો કરણ જૌહરને ગે કહે છે, તો કેટલાંકને તો કરણ જૌહર અને શાહરુખ ખાન વચ્ચેની મૈત્રી અંગે પણ શંકા ઉપજે છે.

લોકોનું કહેવું છે કે કરણ પોતાની નબળાઈના કારણે બાળક દત્તક લેવા માંગે છે. ખેર, જેટલા મોઢાં, એટલી વાતો, પરંતુ હકીકત એ જ છે કે કરણ હવે વગર લગ્ને બાળકના પિતા બનવા જઈ રહ્યાં છે. લોકો કંઇ પણ કહે, પરંતુ કરણનું આ પગલું સાચે જ પ્રશંસનીય છે કે જેનો લોકો ઉપહાસ કરી રહ્યાં છે. હકીકતમાં તેની કદર થવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X