...પૈણું પૈણું કરતા'તા, આખરે સૈફ-કરીના બન્યા મિયાં-બીબી

લાંબી ઇંતેજારી બાદ આખરે એ ક્ષણ આવી જ ગઇ. જી હાં થોડા સમય પહેલાં સૈફ અલી ખાન અને કરીના કપૂરના રજીસ્ટર્ડ મેરેજ થઇ ગયા છે. જેથી હવે સૈફ અને કરીના કાયદાકીય રીતે મિયાં-બીબી બની ગયા છે. રજીસ્ટર્ડ મેરેજની તમામ ઔપચારિકતાઓ સૈફના બાંદ્રા સ્થિત ઘરમાં આજે બપોરે જ પૂરી કરવામાં આવી હતી.


મેરેજ રજીસ્ટાર સુરેખા રમેશે જણાવ્યું હતું કે 12 સપ્ટેમ્બરના રોજ સૈફ અને કરીનાએ લગ્ન માટે નોટિસ આપી હતી અને પ્રાર્થના કરી હતી કે લગ્નની તમામ ઔપચારીકતા સૈફ અલી ખાનના ઘરે થાય અને જેને કોર્ટે માન્ય રાખી તેના માટે 1000 રૂપિયા ચાર્જ કર્યો હતો.

આજે સાંજે કરીના અને સૈફના લગ્નની શાનદાર પાર્ટી તાજમહેલ હોટલમાં રાખી છે. કરીનાના કાકા ઋષિ કપૂરે મીડિયાને જણાવ્યું કે 'લગ્નનો એક સમારંભ આવતીકાલે દિલ્હીમાં અને ત્યારબાદ એક પાર્ટી પટૌડી પેલેસમાં થશે.

આ અમારા પરિવાર માટે ખુબ જ મહત્વની તક છે કે આજે અમારી પુત્રી એક ખાનાદાનની વહું બની ગઇ છે, જેના માટે તેઓ ખુબ જ ખુશ છે. કરીના તેના પ્રેમ સૈફ સાથે ખુશ રહે.. ભગવાનને મારી એટલી જ પ્રાર્થના છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X