શાહરુખની દીકરી સુહાનાનું ફિલ્મોમાં આવવું ફાઈનલ, આ ડાયરેક્ટ્ર કરશે લૉન્ચ

શાહરુખની દીકરી સુહાનાનું ફિલ્મોમાં આવવું ફાઈનલ, આ ડાયરેક્ટ્ર કરશે લૉન્ચ

ફિલ્મ સ્ટાર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાનાનો બૉલીવુડ ડેબ્યૂ ખુબ જ ધમાકેદાર થવા જઈ રહ્યો છે. જેનું કારણ છે તેને જોયા અખ્તર અને કરણ જોહર જેવા મોટા નામ લૉન્ચ કરી રહ્યા છે. સુહાનાની પહેલી ફિલ્મનું નિર્દેશન જોયા અખ્તર કરી રહી છે. જ્યારે ફિલ્મના પ્રોડ્યૂસર કરણ જોહર હશે.

ઓટીટી પર રિલીઝ થશે ફિલ્મ

ઓટીટી પર રિલીઝ થશે ફિલ્મ

સુહાના ખાનને લઈ અગાઉ સમાચાર હતા કે શાહરુખના સૌથી નજીકના મિત્ર કરણ જોહર તેને લઈ ફિલ્મ બનાવશે. હવે સામે આવ્યું કે મશહૂર ડાયરેક્ટર જોયા અખ્તર તેને લોન્ચ કરશે. જો કે ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શનમાં જ બનશે. સુહાનાની પહેલી ફિલ્મને લઈ જણાવવામાં આવ્યું કે આ ઈન્ટરનેશનલ કોમિક આર્ચી પર આધારિત હશે અને આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જેમાં સુહાના ખાન લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું સૂટિંગ ક્યારે શરૂ થશે અને ફિલ્મ ક્યાં સુધી રિલીઝ થશે, તેને લઈ હજી કોઈ જાણકારી સામે આવી નથી.

સોશિયલ મીડિયા પર છે સુપરસ્ટાર

સોશિયલ મીડિયા પર છે સુપરસ્ટાર

સુહાના ખાન બૉલીવુડમાં હવે એક ટીનેજ ડ્રામા દ્વારા ડેબ્યૂ કરી રહી છે. જો કે સુહાના ખાન પહેલેથી જ ઈન્ડસ્ટ્રીના સૌથી પોપ્યુલર કિડ્સમાંથી એક ચે. સુહાના સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે અને તેનું ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. હંમેશા જ તેના પોસ્ટ પર ફેન્સ તેને બોલીવુડ ડેબ્યૂને લઈ સવાલો કરતા રહેતા હતા. હવે તેના ડેબ્યૂને લઈને ઈંતેજાર ખતમ થઈ રહ્યો છે.

આ વર્ષ 21મો જન્મદિવસ મનાવ્યો

આ વર્ષ 21મો જન્મદિવસ મનાવ્યો

સુહાના ખાન હાલ ન્યૂયોર્કમાં અભ્યાસ કરી રહી ચે. સુહાના ખાને લંડનથી ગ્રેજ્યૂએશન કર્યું હતું. જે બાદ તેમણે ન્યૂયોર્કમાં આગળનો અભ્યાસ કર્યો છે. સુહાના ત્યાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહી છે. સુહાના ખાને આ વર્ષે 22 મેના રોજ પોતાનો 21મો જન્મદિવસ મનાવ્યો છે. જણાવી દઈએ કે શાહરુખ ખાનના ત્રણ બાળકો છે. તેનો મોટો દીકરો આર્યન છે, જેનાથી નાની સુહાના છે. સૌથી નાનો અબરામ છે. હજી સુધી શાહરુખ ખાનના ત્રણેય બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. સૌથી પહેલાં સુહાના ખાને ફિલ્મો તરફ વલણ અપનાવ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X