#FirstLook: 102 નોટ આઉટ! ગુજ્જુ નાટક પરથી બનશે બોલિવૂડ ફિલ્મ
ઉમેશ શુક્લાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 102 નોટ આઉટનો અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરનો ફર્સ્ટ લૂક બહાર આવી ચૂક્યો છે.
લગભગ ત્રણ દશકા બાદ બોલિવૂડના બે સુપરસ્ટાર્સ અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર એક ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મનું નામ છે 102 નોટ આઉટ. આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ સામે આવી ચૂક્યો છે, જેમાં બંન્નેનો અત્યંત ફની અંદાજ જોવા મળી રહ્યો છે.

આ ફિલ્મ આ જ નામના ગુજરાતી નાટક પર આધારિત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન 102 વર્ષના પિતાના રોલમાં છે અને ઋષિ કપૂર તેમના 75 વર્ષના પુત્રના રોલમાં. સૌમ્યા જોશી લિખિત ગુજરાતી નાટક પર આધારિત આ ફિલ્મનો ફર્સ્ટ લૂક અત્યંત રસપ્રદ છે. આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યાં છે ઉમેશ શુક્લા.
ઉમેશ શુક્લા આ પહેલાં અક્ષય કુમાર, પરેશ રાવલ સાથે 'ઓહ માય ગોડ' ફિલ્મ બનાવી ચૂક્યાં છે, જેના માટે તેમના ખૂબ વખાણ થયા હતા. 102 નોટ આઉટની વાર્તા એવા વ્યક્તિની આજુ-બાજુ ફરે છે, જે દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિનો રેકોર્ડ બનાવવા માંગે છે, જે હાલ કોઇ ચીની વ્યક્તિના નામે છે.
અમિતાભ અને ઋષિ કપૂર બંન્ને આ રોલ માટે પરફેક્ટ છે. વળી આ ફિલ્મનું મ્યૂઝિક એ.આર.રહેમાન આપવાના છે, આથી ફિલ્મ અંગે લોકોની ઉત્સુકતા વધી જાય છે.
{promotion-urls}
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
