Pics : ભલભલાના રામ રમાડી દેશે રામલીલાનો પીસી તડકો

મુંબઈ, 30 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલામાં વધુ એક વાર આયટમ સૉંગ કરતાં નજરે પડશે. રામલીલામાં પ્રિયંકાનો આયટમ સૉંગ તડકો લાગતાની સાથે જ રામલીલા અંગે લોકોની ઉત્સુકતા ઓર વધી ગઈ છે.

પ્રિયંકા ચોપરાએ પોતાના બૉલીવુડ કૅરિયરમાં મોટાભાગે ક્યારેય આયટમ સૉંગ કર્યુ નહોતું, પરંતુ તેઓ પહેલી વાર શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ કરતાં નજરે પડ્યાં. આ સાથે જ પ્રિયંકાની આયટમ સૉંગની સફર શરૂ થઈ અને હવે તેઓ વધુ એક વાર રામલીલા ફિલ્મમાં આયટમ સૉંગ કરતાં નજરે પડશે. રામલીલામાં પ્રિયંકાનો ફર્સ્ટ લુક જાહેર થયો છે અને તે જોતાં લાગે છે કે રામલીલામાં પીસી તડકો રામલીલાને વધુ માદક બનાવશે. આ લુકમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સેક્સી નજરે પડે છે. સફેદ રંગની ડ્રેસમાં પોતાના ડાન્સ સ્ટેપ્સ દ્વારા પ્રિયંકા ચોપરા ફૅન્સને મદહોશ કરી દેશે, તેવું લાગે છે.

પ્રિયંકા ચોપરાની છેલ્લી ફિલ્મ ઝંજીર આવી હતી કે જે ફ્લૉપ રહી હતી. આ ફિલ્મમાં પણ પ્રિયંકાએ આયટમ સૉંગ કર્યુ હતું અને હવે તેઓ ત્રીજી વખત આયટમ સૉંગ કરવા જઈ રહ્યાં છે રામલીલા ફિલ્મમાં. દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ અભિનીત રામલીલા ફિલ્મ 15મી નવેમ્બરે રિલીઝ થવાની છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ત્રીજું આયટમ સૉંગ

ત્રીજું આયટમ સૉંગ

પ્રિયંકા ચોપરા પોતાના દસ વર્ષના બૉલીવુડ કૅરિયરમાં ત્રીજી વખત રામલીલા ફિલ્મમાં આયટમ સૉંગ કરવા જઈ રહ્યાં છે.

શૂટઆઉટથી શરુઆત

શૂટઆઉટથી શરુઆત

પ્રિયંકાએ પ્રથમ વાર શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં બબલી બદમાશ હૈ.... આયટમ સૉંગ કર્યુ હતું.

પિંકી હૈ દિલવાલોં કી

પિંકી હૈ દિલવાલોં કી

પ્રિયંકા ચોપરાએ પ્રથમ આયટમ સૉંગ હિટ થતાં બીજી વાર ઝંજીર ફિલ્મમાં પિંકી હૈ દિલવાલોં કી... આયટમ સૉંગ કર્યુ હતું.

ત્રણ દિવાઓ ઓવરટેક

ત્રણ દિવાઓ ઓવરટેક

સંજય લીલા ભાનુશાળીએ પ્રિયંકા ચોપરાને રામલીલા માટે પસંદ કર્યાં છે. અગાઉ આ આયટમ સૉંગ માટે માધુરી દીક્ષિત, સોનાક્ષી સિન્હા અને ઐશ્વર્યા રાયના નામોની ચર્ચા હતી.

એસએલબી સાથે

એસએલબી સાથે

હકીકતમાં પ્રિયંકા ચોપરા હાલ સંજય લીલા ભાનુશાળીની જ એક ફિલ્મ મૅરી કોમમાં કામ કરી રહ્યાં છે. એટલે જ પ્રિયંકા એસએલબીની વધુ નજીક હતાં.

રોમિયો-જૂલિયેટની વાર્તા

રોમિયો-જૂલિયેટની વાર્તા

ગુજરાતના એક ગ્રામ્ય વિસ્તારની પૃષ્ઠભૂમિ પર બનેલી રામલીલા રોમિયો-જૂલિયેટ વાર્તા છે કે જેનો અંત કદાચ દુઃખદ જ થવાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X