હિમ્મતવાલામાં મોના સહિત પાંચ પ્રાદેશિક અભિનેત્રીઓનું આયટમ સૉંગ
મુંબઈ, 4 ફેબ્રુઆરી : હિમ્મતવાલા ફિલ્મમાં ધોખા આયટમ સૉંગમાં પાંચ પ્રાદેશિક અભિનેત્રીઓ પોતાના જલવા પાથરશે. આ અભિનેત્રીઓમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થીબાનો પણ સમાવેશ થાય છે.
સોનાક્ષી સિંહાનું સ્પેશ્યલ સૉન્ગ લૉન્ચ કર્યા બાદ હિમ્મતવાલાના દિગ્દર્શક સાજિદ ખાન ટૂંક સમયમાં પોતાની ફિલ્મનું ધોખા આયટમ સૉન્ગ રજૂ કરશે. મહત્વની વાત એ છે કે આ સૉન્ગમાં પાંચ જુદી-જુદી પ્રાદેશિક અભિનેત્રીઓ પોતાની કાયાનાં કામણ પાથરશે.
મળતી માહિતી પ્રમાણે ‘ધોકા' આયટમ સૉંગ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ દિગ્દર્શિત કર્યું છે જેમાં ગુજરાતી, બંગાળી, મરાઠી, ભોજપુરી અને પંજાબી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રીઓ અજય દેવગન સાથે ઠુમકાં લગાવશે.
આવો આપને તસવીરો પરિચય કરાવીએ આ પાંચેય પ્રાદેશિક અભિનેત્રીઓનો.

અમૃતા ખાનવિલકર
મરાઠી ફિલ્મ ગોલમાલ અને એના ગીત મલા જાઉ દે ના ઘરી ફેમ અમૃતા ખાનવિલકર મરાઠી ફિલ્મોમાં મોટું નામ છે. હિમ્મતવાલાના ધોખા આયટમ સૉંગમાં સાજિદ ખાને તેમની પસંદગી કરી છે.

મોના થીબા
મોના થીબા ગુજરાતી ફિલ્મ જગતમાં મોટું નામ છે. દીકરીનો માંડવો ફિલ્મની સુપરસ્ટાર ગુજરાતી અભિનેત્રી મોના થીબાએ અનેક બીજી સફળ ગુજરાતી ફિલ્મો આપી છે. ગુજરાતી પ્રાદેશિક અભિનેત્રી તરીકે આયટમ સૉંગમાં તેમની પસંદગી કરવામાં આવી છે.

રિંકૂ ઘોષ
રિંકૂ ઘોષ ભોજપુરી ફિલ્મોના જાણીતાં આયટમ ગર્લ છે. તેમણે અનેક ભોજપુરી ફિલ્મોમાં આયટમ સૉંગ કર્યાં છે. હિમ્મતવાલાના ધોખા આયટમ સૉંગમાં તેઓ પણ પોતાનો જલવો પાથરશે.

સયંતાની ઘોષ
સયંતાની ઘોષ બંગાળી અભિનેત્રી છે. તેમણે નાગિન સીરિયલ દ્વારા નાના પડદે સારી એવી નામના મેળવી છે. ધોખા આયટમ સૉંગમાં સાજિદ ખાને બંગાળી અભિનેત્રી તરીકે સયંતાની ઉપર પસંદગી ઉતારી છે.

સુર્વીન ચાવલા
સુર્વીન ચાવલા પંજાબી અભિનેત્રી છે. તેમણે જિમી શેરગિલ સાથેની ફિલ્મ ધરતી દ્વારા પંજાબી ફિલ્મોમાં નામના મેળવી હતી. ધોખા આયટમ સૉંગમાં સુર્વીન પણ ડાંસનો તડકો લગાવશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
