Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Flashback: 2019માં આ સ્ટાર્સના ઘરે પધાર્યા નાનકડા મહેમાન

Flashback: 2019માં આ સ્ટાર્સના ઘરે પધાર્યા નાનકડા મહેમાન

વર્ષ 2019ને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે અને હવે 17 જ દિવસમાં નવું વર્ષ 2020 શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે 2019ના વર્ષની કેટલીક ખરાબ યાદો પણ હશે અને કેટલીય એવી સારી યાદો પણ હશે જેને લોકો જિંદગીભર ના ભૂલી શકે. 2019 ફિલ્મી સ્ટાર્સટ માટે ખાસ રહ્યું કેમ કે આ વર્ષે કેટલાય સ્ટાર્સના જીવનમાં બદલાવ આવ્યા છે. આજે અમે એવા સ્ટાર્સ વિશે વાત કરીશું જેઓ 2019માં પેરેન્ટ્સ બન્યા.

છવિ મિત્તલ

છવિ મિત્તલ

ટીવી એક્ટ્રેસ છવિ મિત્તલે આ વર્ષે પોતાના બીજા બાળક અરહામને જન્મ આપ્યો છે. 14 વર્ષ પહેલા છવિના મોહિત હુસૈન સાથે લગ્ન થયાં હતાં અને બંનેને છ વર્ષની એક દીકરી પણ છે.

સુરવીન ચાવલા

સુરવીન ચાવલા

બૉલીવુડ એક્ટ્રેસ સુરવીન ચાવલાએ 15 એપ્રિલ 2019ના રોજ દીકરી ઈવાને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત સુરવીન ચાવલા સેક્રેડ ગેમ્સ 2માં પણ જોવા મળી હતી અને તેની એક્ટિંગના દર્શકોએ ભારે વખાણ કર્યાં હતાં.

સમીરા રેડ્ડી

સમીરા રેડ્ડી

આ વર્ષે સમીરા રેડ્ડી અને તેના પતિ અક્ષયના પરિવારમાં એક નવું મહેમાન જોડાઈ ગયું છે. 12 જુલાઈ 2019ના રોજ સમીરાએ દીકરી નાયરાને જન્મ આપ્યો હતો.

એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂર પણ સરોગેસીથી 27 જાન્યુઆરી 2019ના રોજ મા બની હતી. એકતાએ પોતાના દીકરાનું નામ રવી કપૂર રાખ્યું છે જે તેના પિતાનું નામ પણ છે.

ઈશા દેઓલ

ઈશા દેઓલ

ઈશા દેઓલે પણ પોતાના બીજા બાળકને 10 જૂન 2019ના રોજ જન્મ આપ્યો છે. ઈશએ પોતાની દીકરીનું નામ મિરાયા રાખ્યું છે. ઈશા અને તેની પતિ ભરત તખ્તાની કેટલાય અવસર પર પોતાની દીકરી સાથે જોવા મળ્યા છે.

અર્જુન રામપાલ

અર્જુન રામપાલ

બોલીવુડ એક્ટર અર્જુન રામપાલ પણ આ વર્ષે પિતા બન્યા છે. તેમની ગર્લફ્રેન્ડ ગ્રૈલિએલા ડિમૈટ્રિએડ્સે 18 જુલાઈ 2019ના રોજ દીકરાને જન્મ આપ્યો છે.

માહી

માહી

મશહૂર ટીવી એક્ટર જય ભાનુશાળી અને માહી વિજ પણ આ વર્ષે પેરેન્ટ્સ બન્યા છે. માહીએ 21 ઓગસ્ટ 2019ના રોજ દીકરીને જન્મ આપ્યો છે. બંનેએ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સને આ ખુશખબરી આપી હતી.

સૌમ્યા ટંડન

સૌમ્યા ટંડન

ટીવી સીરિયલ ભાભી જી ઘર પર હૈની અનીતા ભાભી પણ આ વર્ષે મા બની છે. સૌમ્યા ટંડને 14 જાન્યુઆરી 2019ના રોજ દીકરીને જન્મ આપ્યો છે. સૌમ્યાએ બેંકર સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે ડિસેમ્બર 2016ના રોજ લગ્ન કર્યાં હતાં.

કપિલ શર્મા

કપિલ શર્મા

કોમેડી કિંગ કપિલ શર્મા હાલમાં જ પિતા બન્યા છે. તેમની પત્ની ગિન્ની ચતરથે હાલમાં જ દીકરીને જન્મ આપ્યો છે. કપિલે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X