India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Flashback 2020: બૉલિવુડ 'ક્વીન' બની રિયલ 'પંગા' ગર્લ, 2020 આટલા માટે પણ રહેશે યાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વર્ષ 2020ને ઘણી મોટી ઘટનાઓ માટે હંમેશા યાદ રાખવામાં આવશે. આ વર્ષ બૉલિવુડ માટે પણ કોઈ ખરાબ સપનાથી કમ નથી રહ્યુ કારણકે પહેલા તો કોરોનાના કારણે કામ-ધંધા એકદમ ચોપટ થઈ ગયા. વળી, બીજી તરફ સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં સામે આવેલ ડ્રગ્ઝ કનેક્શને બૉલિવુડને ફરીથી બદનામ કરી દીધુ પરંતુ આ બધા વચ્ચે જો કોઈ ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યુ હોય તો તે છે બૉલિવુડની અભિનેત્રી કંગના રનોત. સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં કંગનાએ પોતાનુ મોઢુ એવુ ખોલ્યુ કે વર્ષના અંત સુધી તેણે બૉલિવુડ અને રાજકારણના ઘણા મોટા ચહેરાઓને પોતાના નિવેદનોથી હંફાવી દીધા.

1. સલમાન, શાહરૂખ અને કરણ જોહર સાથે પંંગો

1. સલમાન, શાહરૂખ અને કરણ જોહર સાથે પંંગો

'પંગા' ગર્લ કંગના રનોતે સૌથી પહેલા જે આ વર્ષે બોલવાનુ શરૂ કર્યુ, તે સમય હતો સુશાંત સિંહ રાજપૂતના બાદ. 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચાર જેવા દેશ સામે આવ્યા તો આખો દેશ એકદમ ઉંડા શોકમાં ડૂબી ગયો. સુશાંતના મોત બાદ જ કંગનાએ ટ્વિટર પર એક વીડિયો જારી કરીને હોબાળો ઉભો કરી દીધો. કંગનાએ આ વીડિયોમાં સુશાંતના મોત માટે બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અને ડાયરેક્ટરને જવાબદાર ગણાવ્યા. તેમણે બૉલિવુડમાં પણ ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો. આ વીડિયો દ્વારા કંગનાએ સીધી રીતે સલમાન, શાહરુખ અને ડાયરેક્ટર કરણ જોહરને નિશાના પર લીધા. આ ઉપરાંત આલિયા ભટ્ટ, વરુણ ધવન, સોનમ કપૂર અને અન્ય એવા સ્ટાર્સને દોષી માન્યા જેમના પિતા કે માતા બૉલિવુડમાં રહી ચૂક્યા છે.

2. પુરસ્કાર પાછો આપવાની વાત કહી

2. પુરસ્કાર પાછો આપવાની વાત કહી

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં કંગના રનોત સતત બોલી રહી હતી. આ ક્રમમાં જ્યારે બૉલિવુડ ડ્રગ્ઝ કેસમાં ઘેરાઈ ગયુ ત્યારે કંગનાએ ફરીથી એક બૉમ્બ ફોડી દીધો. કંગનાએ ટ્વિટર પર નાર્કોટિક્સ બ્યુરોને ટેગ કરીને લખ્યુ કે હું ડ્રગ્ઝ કનેક્શનમાં તમારી મદદ કરવા માટે તૈયાર છુ પરંતુ મને કેન્દ્ર સરકારની સુરક્ષાની જરૂર છે. કંગનાએ કહ્યુ હતુ કે સુશાંત જરૂર આ ડ્રગ્ઝની જંજાળ વિશે ઘણી સિક્રેટ જાણતો હતો એટલા માટે જ તેને મારવામાં આવ્યો છે. આ દરમિયાન કંગનાએ પોતાનો પદ્મશ્રી સમ્માન પણ પાછુ આપવાની વાત કહી હતી. તેણે કહ્યુ હતુ કે જો સુશાંતે આત્મહત્યા કરી હશે તો તે પોતાના બધા સમ્માન પાછા આપી દેશે.

3. કંગના રનોતે નેતાઓ સાથે પણ લીધો પંગો

3. કંગના રનોતે નેતાઓ સાથે પણ લીધો પંગો

માત્ર બૉલિવુડ જ નહિ કંગના રનોતે નેતાઓને પણ ન છોડ્યા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે કંગનાએ સીધો પંગો લીધો હતો. કંગનાએ મુંબઈની સરખામણી પીઓકે સાથે કરી દીધી હતી. કંગનાનુ આ નિવેદન શિવસેનાના નેતા સંજય રાઉતના એ નિવેદનની પ્રતિક્રિયા હતુ જેમાં તેમણે કંગનાને મુંબઈમાં ઘૂસવા પર ધમકી આપી હતી. કંગનાએ સંજય રાઉતને કહ્યુ હતુકે તેમણે મને ખુલ્લી ધમકી આપી છે અને મને પાછા મુંબઈ ન આવવા માટે કહ્યુ છે, આવી ધમકીઓ બાદ મુંબઈ પીઓકે જેવુ કેમ લાગી રહ્યુ છે?

4. કંગનાનો લેટેસ્ટ પંગો દિલજીત સાથે

4. કંગનાનો લેટેસ્ટ પંગો દિલજીત સાથે

વર્ષના અંત સુધી કંગનાએ વિવાદોમાં રહેવાનુ ન છોડ્યુ અને પંજાબી સિંગર દિલજીત દોસાંઝ સાથે લડાઈ વ્હોરી લીધી. વાસ્તવમાં,આ પંગો ત્યારે શરૂ થયો જ્યારે દિલજીતે ખેડૂત આંદોલનમાં બેઠેલી એક વૃદ્ધ મહિલાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી દીધો હતો. કંગનાએ આ ફોટા વિશે કહ્યુ હતુ કે આ પણ એવા જ લોકો છે, જે શાહીન બાગમાં બિલકિસ બાનોની જેમ પૈસા લઈને ધરણા પર બેઠા હતા. આ વાત માટે દિલજીત અને કંગનામાં ટ્વિટર વૉર છેડાઈ ગયુ હતુ.

5. કંગના પર બિહારમાં થયો કેસ

5. કંગના પર બિહારમાં થયો કેસ

કંગના રનોતે બિહારની મુખ્ય પાર્ટી RLSPના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા સહિત પાર્ટીના અન્ય નેતાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી દીધી ત્યારબાદ બિહારના ગયામાં તેની સામે કેસ નોંધવામાં આવ્યો. વાસ્તવમાં થોડા દિવસ પહેલા કંગનાએ યો યો ફન્ની સિંહ નામના ટ્વિટર અકાઉન્ટથી આરએલએસપીની ચૂંટણી રેલીનો એક ફોટો શેર કર્યો હતો. ફોટામાં ઉપેન્દ્ર કુશવાહા સહિત અન્ય નેતાઓને લુટિયન્સ લિબરલ, જિહાદ, આઝાદ કાશ્મીર, કમ્યુનિસ્ટ, ખાલિસ્તાન તથા અર્બન નક્સલ વગેરે સંજ્ઞાઓ આપવામાં આવી હતી. તેને ટૂકડે-ટૂકડે ગેંગના સભ્યો બતાવવામાં આવ્યા હતા. ઉપેન્દ્ર કુશવાહાના ફોટા પર આઝાદ કાશ્મીર લખવામાં આવ્યુ હતુ.

Flashback 2020: આ સેલેબ્ઝ ન સંભાળી શક્યા પોતાના રિલેશનFlashback 2020: આ સેલેબ્ઝ ન સંભાળી શક્યા પોતાના રિલેશન

English summary
Flashback 2020: These controversies of Kangana Ranaut remember for 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X