બૉલીવુડ હસીનાઓને જોતા જ Flirty થઈ જાય છે આશિકી મિજાજ રણવીર સિંહ

મુંબઈ, 10 જુલાઈ : રણવીર સિંહ બૉલીવુડમાં ફ્લર્ટ અને ફ્રેન્ડ્લી અભિનેતા તરીકે જાણીતા છે. તેઓ બૉલીવુડના એવા નવોદિત સ્ટાર છે કે જેઓ ખુલ્લા મનના છે અને તેમના વ્યવહારોમાં બાળપણ ઝળકે છે. રણવીર અનેક પ્રસંગોએ પોતાનુ સ્ટાર સ્ટેટસ કોરાણે મૂકી લોકોને મળે છે. તેમના ટીકાકારો તેમને નૌટંકીબાજ કહે છે.

યશ રાજ બૅનર્સની બૅન્ડ બાજા બારાત ફિલ્મ દ્વારા અનુષ્કા શર્મા સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર રણવીર સિંહના નામે ગત વર્ષે રામ લીલા જેવી સુપર હિટ ફિલ્મ બોલે છે, તો ફિલ્મના કો-સ્ટાર દીપિકા પાદુકોણે સાથે તેમના અફૅરની ચર્ચા પણ ચૌરેને ચોટે ચાલી રહી છે. જોકે રામલીલા બાદ રણવીરની ગુન્ડે ફિલ્મ ખાસ સફળ ન રહી.

પોતાની ફ્લર્ટી ઇમેજના પગલે જ રણવીર સિંહનું નામ અગાઉ અનુષ્કા શર્મા, પરિણીતી ચોપરા અને સોનાક્ષી સિન્હા જેવી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે, તો હાલમાં તેઓ દીપિકા પાદુકોણે સાથે લિંક્ડ કહેવાય છે.

ચાલો જોઇએ અભિનેત્રીઓ સાથે રણવીર સિંહની ફ્લર્ટી તસવીરો :

ફ્લર્ટી ઈમેજ

ફ્લર્ટી ઈમેજ

રણવીર સિંહ બૉલીવુડમાં પોતાની ફ્લર્ટી ઈમેજ માટે જાણીતા છે. આગળ જુઓ તેમની ફ્લર્ટી મોમેંટ્સ.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે હાલમાં રણવીર સિંહના પ્રેમિકા તરીકે બૉલીવુડમાં પ્રખ્યાત છે.

રામલીલા

રામલીલા

રામલીલા ફિલ્મમાં દીપિકા-રણવીરે લોકોને પોતાની હૉટ કેમેસ્ટ્રીના દર્શન કરાવ્યા હતાં અને ઑફસ્ક્રીન પણ બંને આવી કેમેસ્ટ્રી બતાવવાની તક નથી ચૂકતાં.

ડેનિયલ

ડેનિયલ

જોકે અત્યાર સુધી રણવીર-દીપિકાએ પોતાની રિલેશનશિપ અંગે જાહેરમાં કોઈ ખુલાસો અત્યાર સુધી નથી કર્યો, પણ મોટાભાગે દરેક ઇવેંટ્સ કે ફંક્શન્સમાં બંને સાથે જ દેખાય છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ગુન્ડેના કો-સ્ટાર પ્રિયંકા ચોપરા સાથે ફ્લર્ટી થતા રણવીર સિંહ.

કલ્કી કોચલીન

કલ્કી કોચલીન

જ્યારે દીપિકા સાથે ન હોય, દીપિકાનો આ કથિત પ્રેમી કલ્કી કોચલીન સાથે લિંક્ડ થઈ જાય છે.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

એક ઍવૉર્ડ ફંક્શનમાં હુમા કુરૈશી સાથે ફન્ની થતાં રણવીર.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

બૅન્ડ બાજા બારાત સાથે ડેબ્યુ કરનાર રણવીર અંગે કહે છે કે તેઓ અનુષ્કા સાથે ડેટિંગ કરતા હતાં.

ચાર્મિંગ કપલ

ચાર્મિંગ કપલ

રણવીર સિંહનો ચાર્મ માત્ર અનુષ્કા ઉપર જ નથી, પણ આ કપલ લોકોને પણ ગમ્યુ હતું. જોકે પછીથી બંનેના રસ્તા જુદા થઈ ગયાં. રણવીર દીપિકા તરફ, તો અનુષ્કા વિરાટ કોહલી તરફ વળી ગયાં.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હાએ એક વખત જાહેરમાં કહ્યુ હતું કે તેઓ રણવીર સિંહ પર ફિદા છે. બંનેની કેમેસ્ટ્રી લુટેરામાં ખૂબ જામી હતી અને પછી બંનેના અફૅરની અટકળો પણ ચાલી હતી.

મિત્ર

મિત્ર

જોકે પાછળથી સોનાક્ષીએ આવી અટકળો ફગાવતા જણાવ્યુ હતું કે તેઓ અને રણવીર સિંહ સારા મિત્રો છે.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

કેટલાક લોકો રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન પરિણીતી ચોપરાના અફૅરની પણ વાતો કરતા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X