For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકગીતો પ્રત્યે લોકોમાં વધુ આકર્ષણ : ફાલ્ગુની

|
Google Oneindia Gujarati News
falgunipathak

નવી દિલ્હી, 21 ઑક્ટોબર : પોતાના રોમાંટિક ગીતો દ્વારા 90ના દાયકામાં પૉપ સંગીતને નવો આયામ આપનાર ફાલ્ગુની પાઠકે દાંડિયાની ધુનો સાથે અનેક એવા લોકગીતો પણ આપ્યાં છે કે જેમણે એક મોટા વર્ગને આકર્ષ્યાં છે.

લાંબા સમયથી નવરાત્રિ દરમિયાન આકર્ષણ બનેલા 42 વર્ષીય ફાગ્લુનીએ પોતાના ઇંધણા વીણવા ગઈ'તી... છમ છમ પાયલિયા... અને ઉંબરે ઊભી... જેવા ગીતો ઉપર લોકોને ખૂબ થિરકાવ્યાં છે. ફાલ્ગુનીએ આઈએએનએસ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું - હું આ બાબતથી સંમત છું કે બીજા પૉપ ગીતોની સરખામણીએ લોકગીતો પ્રત્યે વધુ આકર્ષણ છે અને અમે કાયમ લોકગીતો સાથે જોડાઈ રહેવાના પ્રયત્નો કરીએ છીએ. લોકગીતો બહુ સ્વાભાવિક હોય છે અને તેમાં નકલીપણું નથી હોતું. હું પોતે લોકગીતોનો આનંદ લઉ છું. તેથી તેમની નજીક રહેવાના પ્રયત્નો કરુ છું.

ફાલ્ગુની પાઠક એ વાત સ્વીકારતા નથી ખચકાતાં કે જ્યારે પણ તેઓ સંગીત વિશે વિચારે છે, ત્યારે લોકગીતો તેમને સૌથી વધુ આકર્ષે છે. ફાલ્ગુનીએ યાદ પિયા કી આને લગી..., મૈંને પાયલ હૈ છનકાઈ..., મેરી ચૂનર ઉડ ઉડ જાય... તથા ઓઢણી... જેવા ગીતો દ્વારા પૉપ સંગીતમાં પણ ધૂમ મચાવી હતી. પોતાની સફળતાનો શ્રેય તેઓ પોતાની ટીમને આપે છે.

English summary
Falguni Pathak, who brought a new flavour to pop music in the late 1990s with her romantic songs, has also made several people groove to her folk numbers replete with dandiya beats. She says folk music has a larger appeal in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X