જાણીતાં વીજે સોફિયા હકનું લંડન ખાતે નિધન

મળતી માહિતી પ્રમાણે સોફિયાના શરીરમાં લોહીનો થર જામી ગયો હતો. જોકે તેમના નિકટના પરિજનોનું કહેવું છે કે સોફિયાને કૅંસર હતું, જેની જાણ બહુ મોડેથી થઈ. તેથી સોફિયાનું આટલી નાની વયે મોત થઈ ગયું છે.
સોફિયા હકની અચાનક વિદાયથી બૉલીવુડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. લોકોએ સોફિયાને ટ્વિટર ઉપર શ્રદ્ધાંજલિ આપી છે અને તમના આત્માની શાંતિ માટે ઈશ્વર પાસે દુઆ માંગી છે.
પૂજા ભટ્ટે ટ્વિટર પર લખ્યું છે કે સોફિયાની આમ અચાનક વિદાયથી હિન્દી સિનેમા જગતને મોટો આંચકો લાગ્યો છે. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે, તો તેજસ્વની કોલ્હાપુરીએ સોફિયાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. ફિલ્મ દિગ્દર્શક કેન ઘોષે ટ્વિટ કર્યું છે કે લાજવાબ હતાં સોફિયા. ખબર નહોતી કે આમ ચાલ્યાં જશે.












Click it and Unblock the Notifications
