બૉમ્બે વેલ્વેટનું સહ-નિર્માણ કરશે ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ
નવી દિલ્હી, 20 મે : ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ બૉલીવુડ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની નવી ફિલ્મ બૉમ્બે વેલ્વેટનું સહ-નિર્માણ કરશે. અનુરાગની નિર્માણ કમ્પની ફૅંટમ ફિલ્મ્સ પણ તેની સહ-નિર્માતા છે, જ્યારે અનુરાગ તેનું દિગ્દર્શન કરશે.

રણબીર કપૂર તથા અનુષ્કા શર્માની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મ 50-70ના દાયકાઓના મુંબઈ પર આધારિત છે. ફિલ્મ દર્શાવશે કે કઈ રીતે આ શહેર એક મહાનગરમાં તબ્દીલ થાય છે.
ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ ઇન્ડિયાના સીઈઓ વિજય સિંહે એક નિવેદનમાં જણાવ્યું - અમે અનુરાગ કશ્યપના દિગ્દર્શન હેઠળ બનતી તેમની ફિલ્મ બૉમ્બે વેલ્વેટ સાથે જોડાઈ ખુશ છીએ. અનુષ્કા શર્મા તથા રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં હોવાથી આ ફિલ્મ સિનેમાની સફરને અનોખી બનાવશે.
ફૅંટમ ફિલ્મ્સના અધિકારીઓ પણ આ સહકાર અંગે ઉત્સાહિત છે. ફૅંટમ ફિલ્મ્સના અધિકારી વિકાસ બહલે જણાવ્યું - અમે ફૉક્સ સ્ટાર સાથે કામ કરવાનો ઇંતેજાર કરી રહ્યાં છીએ. બીજી બાજુ અનુરાગ કશ્યપ કહે છે કે તેઓ બૉમ્બે વેલ્વેટ ફિલ્મની વાર્તા ઉપર મુગ્ધ થઈ ગયા હતાં. તાજેતરમાં જ રિલીઝ થયેલી બૉમ્બે ટૉકીઝ ફિલ્મના ચાર દિગ્દર્શકોમાંના એક અનુરાગ કશ્યપે જણાવ્યું - બૉમ્બે વેલ્વેટ મુંબઈ શહેર મહાનગરમાં તબ્દીલ થતા અગાઉના મુંબઈ ઉપર આધારિત પ્રથમ ફિલ્મ છે. તેની વાર્તાએ કાયમ મને મુગ્ધ કરી છે. અમે તેને ચાર વરસથી તૈયાર કરતા હતાં અને હવે હું બહુ ઉત્સાહિત છું કે તે પૂર્ણત્વે તૈયાર છે અમે આ જ વર્ષે તેનું શૂટિંગ શરૂ કરી દઇશું. ફિલ્મ 2014માં ક્રિસમસ દરમિયાન રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
