ટીવીના 'માનવ'થી સિલ્વર સ્ક્રીનના 'માહી' સુધી, સુશાંતનો રહ્યો 'શુદ્ધ દેસી રોમાંસ', વાંચો ફિલ્મી સફર
ટીવીના 'માનવ'થી સિલ્વર સ્ક્રીનના 'માહી' સુધી, સુશાંતનો રહ્યો 'શુદ્ધ દેસી રોમાંસ', વાંચો ફિલ્મી સફર
નવી દલ્હીઃ વર્ષ 2020 બૉલીવુડ માટે બહુ ખરાબ સાબિત થઇ રહ્યું છે, જાણીતા અગાઉ બૉલીવુડે લેજેન્ડરી એક્ટર ઇરફાન ખાન અને ઋષિ કપૂરને ગુમાવી દીધઆ હતા હવે જાણીતા એક્ટર સુશાંત સિંહ રાજપૂતે (34) આપઘાત કરી લીધો છે, તેમણે કયા કારણોસર આપઘાત કરી લીધો તે અંગે હજી સુધી કંઇ જ જાણવા મળ્યું નથી, મીડિયા રિપોર્ટ્સ મુજબ સુશાંતના નોકરે પોલીસને સુશાંતના મોતની જાણકારી આપી હતી.

ટીવી અને બૉલીવુડનો લોકપ્રિય ચહેરો હતો સુશાંત સિંહ
ટીવી અને બૉલીવુડનો લોકપ્રિય ચેહરો રહેલા સુશાંત સિંહના મોતથી સૌકોઇ શોકમાં છે, ટીવી એક્ટર તરીકે પતાના કરિયરની શરૂઆત કરનાર સુશાંત સિંહે સૌથી પહેલા 'દેશ મેં નિકા હોગા ચાંદ' નામના સિરિયલમાં કામ કર્યું હતું, પરંતુ તેમને એકતા કપૂરના સીરિયલ 'પવિત્ર રિશ્તા'થી ઓળખ મળી હતી.

માનવ દેશમુખના રોલથી લોકોનું દિલ જીત્યું
પવિત્ર રિશ્તામાં માનવ દેશમુખનો રોલ નિભાવી સૌકોઈનું દિલ જીતી લેનાર આ એક્ટરે બૉલીવુડ માટે ટીવીને અલવિદા કહી દીધું, તેઓ ફિલ્મ પાય પો છેમાં લીડ એક્ટર તરીકે જોવા મળ્યા હતા અને તેમના અભિનયના વખાણ પણ થયાં હતાં.

ધોનીઃ અનટોલ્ડ સ્ટોરીથી સ્ટાર બની ગયા
પરંતુ તેઓ ભારતના મશહૂર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયૉપિક ધોનીઃ અનટોલ્ડ સ્ટીરોમાં ધોનીનો રોલ નિભાવી સૌકોઈના દિલમાં રાજ કરવા લાગ્યા, આ ફિલ્મે 100 કરોડનો બિઝનેસ કર્યો હતો, જે બાદ સુશાંત સિંહની ગણતરી સ્ટારના રૂપમાં થવા લાગી હતી.

આમિર ખાનની સુપરહિટ ફિલ્મ પીકેમાં પણ કમાલ કર્યો હતો
જે બાદ તેઓ આમીર ખાનની સુપરહિટ ફિલ્મ પીકેમાં પણ જોવા મળ્યા, આમીર ખાન, અનુષ્કા શર્મા, સંજય દત્ત અને બોમન ઈરાની જેવા દિગ્ગજ નેતાઓ વચ્ચે સુશાંત સિંહે ફિલ્મમાં પોતાની અલગ ઓળખ છોડી હતી, જો કે તેમણે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રોલ નિભાવી સૌથી વધુ ચર્ચા મેળવી હતી.

આ બે ફિલ્મમાં પણ જોવા મળત
સુશાંત સિંહ રાજપુત ફિલ્મ સોનચિડિયા અને છિછોરે જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા હતા, તેમની છેલ્લી ફિલ્મ કેદારનાથ હતી જેમાં તેઓ સારા અલી ખાન સાથે જોવા મળ્યા હતા, તેમની આગામી ફિલ્મ 'કિજી' અને 'મૈની' હતી.
આ પણ વાંચો












Click it and Unblock the Notifications
