For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગબ્બર Vs ગબ્બર..નામ એજ પણ કામ અલગ

|
Google Oneindia Gujarati News

ગબ્બર...નામ તો સુના હોગા..અને તમે એ પણ જાણતા હશો કે ગબ્બર ઇઝ બેક. આ વખતે ગબ્બર બનેલા અક્ષક કુમાર અને અમજદ ખાનના ડાયલોગે લોકોમાં ભારે ઉત્સાહ વધાર્યો છે. અક્ષય કુમારની ફિલ્મના ટિઝરને દેખીએ તો સમજી શકાય છે કે ફિલ્મમાં અક્ષય કુમાર કરપ્શન એટલે કે ભષ્ટ્રચારને પૂરો કરવાના છે.

એટલું જ નહીં આ ફિલ્મ બાદ પહેલીવાર કોઇ હિરોનું નામ ગબ્બર બનશે. આ એ જ ગબ્બર છે જે હજી સુધી હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા વિલન માંથી એક હતો. ત્યારે એ જોઇએ કે અક્ષણ કુમાર, શોલે ના ગબ્બર અમજદ ખાનથી કેવી રીતે અલગ છે.

gabbar

હીરો ગબ્બર Vs વિલન ગબ્બર

શોલેમાં અમજદ ખાન એક ડાકૂની ભૂમિકામાં હતો. જેને ઠાકુરના પરિવારની કબ્ર ખોદી હતી. પણ અક્ષય કુમાર આ ફિલ્મમાં ભષ્ટ્રચારની કબર ખોદવાનાં છે.

પચાસ પચાર કોસ જબ કોઇ બચ્ચા

ગબ્બરનો આ ફેમસ ડાયલોગ તો તમને યાદ જ હશે કે પચાસ પચાસ કોસ જબ કોઇ બચ્ચા રોતા હૈ તો માં કહેતી હૈ ચૂપ હો જા નહીં તો ગબ્બર આ જાયેગા. પણ અક્ષય કુમાર હવે હિરો ગબ્બર બની ગયા છે. જેના પગલે હવે કોઇ માંને ગબ્બરને બોલાવામાં વાંધો નહીં આવે.

કિતને આદમી થે

ગબ્બરની લડાઇ ખાલી જય વીરુ સાથે જ હતી. પણ અક્ષયકુમાર આ ફિલ્મમાં તમામ ભષ્ટ્રાચારી સામે લડત આપશે.

હોલી કબ હૈ...કબ હૈ હોલી

શોલેમાં ગબ્બર પૂછતો રહેતો હોય છે કે હોલી કબ હૈ. પણ નવો ગબ્બર તે પૂછશે કે મજૂર દિવસ ક્યારે છે કારણકે આ ફિલ્મ પહેલી મે એટલે કે મજૂર દિવસના રોજ રિલિઝ થવાની છે. અને ભાઇ તે વાત પણ સાચી છે કે ભષ્ટ્રાચારનો સૌથી વધુ ભોગ સામાન્ય માણસ તો બને છે.

કિતના ઇનામ દેગી સરકાર

શોલેના ગબ્બર પર હતું 50 હજારનું ઇનામ. પણ નવા ગબ્બર અક્ષય કુમાર પર કેટલું ઇનામ લાગેલું છે તે તો બોક્સ ઓફિસ રિલિઝ પર જ ખબર પડશે.

English summary
Epic villain of the Indian Cinema Gabbar is Back but Akshay Kumar is different from Sholay's Amjad Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X