Gala Met 2019- દીપિકા પાદુકોણ-પ્રિયંકા ચોપડાનો જલવો, લુક જોઈને નજર નહિ હટે
બોલિવુડની બે સૌથી મોટી અભિનેત્રી એટલે કે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ હાલમાં જ ગાલા મેટ 2019માં જઈ ધમાકો કરી દીધો.
બોલિવુડની બે સૌથી મોટી અભિનેત્રી એટલે કે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ હાલમાં જ ગાલા મેટ 2019માં જઈ ધમાકો કરી દીધો. બંને પોતાના લુકમાં ઘણી શાનદાર લાગી રહી હતી અને ચર્ચાનો વિષય બનેલી હતી. પ્રિયંકા ચોપડાએ પોતાના ડિફરન્ટ લુકથી લોકોને ચોંકાવ્યા તો દીપિકા પાદુકોણ એક રાજકુમારીના લુકમાં ઘણી સુંદર અને બાર્બી ડૉલ જેવી લાગી રહી હતી. પ્રિયંકા ચોપડા સાથે તેના પતિ નિક જોનસ પણ જોવા મળ્યા હતા. હાલમાં એવા ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે જે તેમના ફેન્સને દિવાના બનાવી દેશે.

શાનદાર લુક્સ
પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ ઘણી શાનદાર લાગી રહી હતી અને આ ઈવેન્ટમાં બંનેએ ચાર ચાંદ લગાવી દીધા.

બાર્બી ડૉલ
દીપિકાના લુક માટે લોકો બાર્બી ડૉલ લુક કહી રહ્યા હતા. વળી, પ્રિન્સેસ લુક પણ કહેવામાં આવી રહ્યો હતો. એટલુ તો નક્કી છે કે તે સુંદર લાગી રહી હતી.

વાયરલ ફોટો
સોશિયલ મીડિયા પર દીપિકાનો આ ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને તેમના ફેન્સ પણ તેને પસંદ કરી રહ્યા છે.

પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાનો આ લુક જોઈને તમે ચોંકી જવાના છો કારણકે તમે તેને પહેલા નહિ જોયો હોય.

નિક જોનસ સાથે
આ શોમાં તે નિક જોનસ સાથે ઘણી ખુશ જોવા મળી રહી હતી. પ્રિયંકા દમદાર લાગી.

ધમાકેદાર ફોટો વાયરલ
પ્રિયંકા ચોપડાએ પોતાના લુક્સથી લોકોનું ધ્યાન ખેંચ્યુ અને આ ફોટો ઘણો વાયરલ થઈ ગયો. પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ પહેલા પણ આ શોનો હિસ્સો બની ચૂકી છે. પરંતુ આ પહેલી વાર છે કે બંને લગ્ન બાદ આમાં શામેલ થઈ રહ્યા હોય. હાલમાં તમને કેવો લાગ્યો બંનેનો આ દમદાર લુક.












Click it and Unblock the Notifications
