મનોજ માટે હૉલીવુડના દરવાજા બની ગૅંગ્સ ઑફ વાસેપુર
મુંબઈ, 24 જાન્યુઆરી : ભટ્ટ કૅમ્પની શોધ મનોજ બાજપાઈને લોકો બહુમુખી પ્રતિભાના સ્વામી કહે છે. હટ કે ફિલ્મો કરનાર અભિનેતા મનોજ બાજપાઈને હૉલીવુડમાંથી પણ ઑફરો મળવા લાગી છે. હવે મનોજનો પણ તે યાદીમાં સમાવેશ થઈ ગયો છે કે જેમાં અનિલ કપૂર, અનુપમ ખેર અને ઇરફાન ખાન જેવા અભિનેતાના નામો છે. પોતાની આ સફળતાથી હર્ષિત મનોજ બાજપાઈએ જણાવ્યું કે તેમની હૃદયપૂર્વકની ઇચ્છા હતી કે હું ગ્લોબલ લેવલે કામ કરૂ. આ ઇચ્છા કદાચ હવે પૂર્ણ થનાર છે.

હાલ તો મનોજ બાજપાઈએ કંઈ પણ ફાઇનલી જણાવ્યુ નથી. મનોજ બાજપાઈની આ સફળતા પાછળ તેમની સફળ ફિલ્મ ગૅંગ્સ ઑફ વાસેપુરનો હાથ છે. પ્રકાશ ઝાની રાજનીતિ ફિલ્મ જે ન કરી શકી, તે ગૅંગ્સ ઑફ વાસેપુરે કરી બતાવ્યું છે. મનોજ બાજપાઈ પણ કદાચ ગૅંગ્સ ઑફ વાસુપેરને પોતાના કૅરિયર માટે ટર્નિંગ પૉઇન્ટ ગણતાં હશે.
મનોજ બાજપાઈએ મહેશ ભટ્ટના જાણીતાં શો સ્વાભિમાન દ્વારા એન્ટ્રી કરી હતી. ફિલ્મ સત્યા દ્વારા મનોજ બાજપાઈ પ્રખ્યાત થયાં. તે ફિલ્મમાં તેઓ વિલનના રોલમાં હોવા છતાં પ્રસિદ્ધિ પામ્યા હતાં. પછી તેમણે ઝુબૈદા, રાજનીતિ, વીર-ઝારા જેવી બહેતરીન ફિલ્મો કરી છે અને આજે મનોજ બાજપાઈનું નામ બૉલીવુડના નાયાબ કલાકારોમાં લેવાય છે. જોઇએ કે હૉલીવુડની કઈ ફિલ્મમાં મનોજ દેખાય છે. આશા છે કે બૉલીવુડની જેમ હૉલીવુડમાં પણ તેમનો સિક્કો ચાલી નિકળશે.












Click it and Unblock the Notifications
