ચિટ્ઠી આઈ હૈ... પંકજ ઉધાસનો આજે જન્મ દિવસ

મુંબઈ, 17 મે : ‘ચિટ્ઠી આઈ હૈ આઈ હૈ ચિટ્ઠી આઈ હૈ...' યાદ છે ને આ કઈ ફિલ્મનું ગીત છે અને કોણે ગાયું છે? ભુલ્યા તો નહીં જો હોવ, છતાં જો ભુલી ગયા હોવ, તો અમે યાદ અપાવી દઇએ. આ ગીત છે સંજય દત્તની નામ ફિલ્મનું અને તેના ગાયક છે પંકજ ઉધાસ.

pankajudhas

સંજય દત્ત તો હાલ ચર્ચામાં છે અને જે રીતે તેમને જેલમાં જવુ પડ્યું છે, તે જોતાં નામ ફિલ્મનું પેલુ ગીત ‘તૂ કલ ચલા જાયેગા તો મૈં ક્યા કરૂંગા...' અનાયાસે જ યાદ આવી જાય છે, પરંતુ સંજય દત્ત, નામ અને તૂ કલ ચલા જાયેગા ઉપરાંત વધુ એક પંક્તિ ‘ચિટ્ઠી આઈ હૈ...' આજે યાદ કરવી પડે એવું છે. આ ગીત પણ ખૂબ જ લોકપ્રિય થયુ હતું અને તે ફિલ્મમાં પંકજ ઉધાસ ઉપર ફિલ્માવાયું હતું. ગીત પોતે પંકજ ઉધાસે જ ગાયુ હતું.

એવા ગરવા ગુજરાતી પંકજ ઉધાસનો આજે જન્મ દિવસ છે. તેઓ આજે 62 વર્ષના થઈ ગયાં. પંકજ ઉધાસનો જન્મ ગુજરાતનાં રાજકોટ પાસે જેતપુરમાં એક ચારણ (ગઢવી) પરિવારમાં થયો હતો. તેઓ ત્રણ ભાઇઓમાં સૌથી નાના છે. તેમનાં પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન છે. તેમના બંને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે. પંકજ ઉધાસે પ્રારંભિક અભ્યાસ ભાવનગરમાં કર્યો હતો. પછી પરિવાર મુંબઈમાં સ્થાયી થતાં તેઓએ આગળનો અભ્યાસ મુંબઈની સેંટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો.

ભારતીય સંગીત ઉદ્યોગમાં તલત અઝીઝ અને જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે ગઝલ શૈલીને લોકપ્રિય સંગીતના દાયરામાં લાવવાનો શ્રેય પંકજ ઉધાસને ફાળે પણ જાય છે. પંકજ ઉધાસને તેમણે ફિલ્મ નામ (૧૯૮૬ ચલચિત્ર)માં ગાયેલા ગાયનોને કારણે ખુબજ પ્રસિદ્ધિ મળી, જેમાં એમનું એક ગીત ચિઠ્ઠી આઈ હૈ અત્યંત લોકપ્રિય થયું. ત્યાર બાદ એમણે ઘણા બધાં ચલચિત્રો માટે પાર્શ્વ ગાયક તરીકે પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત એમણે ઘણા ગઝલના આલ્બમ પણ રેકૉર્ડ કર્યાં છે અને એક કુશળ ગઝલ ગાયકના રૂપમાં આખી દુનિયામાં પોતાની કલાનું પ્રદર્શન કરી ચુક્યા છે. ઈ.સ. ૨૦૦૬ના વર્ષમાં પંકજ ઉધાસને પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X