For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર બાળકો નહીં, મોટેરાઓ માટે પણ છે ગિપ્પી : સોનમ નાયર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 એપ્રિલ : આજકાલ એક જાડી છોકરીની ફિલ્મ ગિપ્પી ખૂબ ચર્ચામાં છે. ફિલ્મનું પ્રોમો જોઈ તો લાગે છે કે ફિલ્મ મોટા થતાં બાળકોની વાર્તા છે કે જેનું ખંડન કરતાં ગિપ્પીના દિગ્દર્શક સોનમ નાયરે જણાવ્યું કે આ ગેરસમજ છે કે ગિપ્પી ફિલ્મ બાળકો માટે છે.

gippi

સોનમ નાયરે જણાવ્યું - આ તો દરેક વયના લોકો માટે છે. તેમાં એક બહુ મોટો મૅસેજ છે કે દરેક દર્શક વર્ગે સાંભળવો જોઇએ. તેથી મારી ફિલ્મને બાળકોની ફિલ્મ કહી બદનામ ન કરો. જે રીતે સલમાન ખાનની દબંગ માત્ર પોલીસ વાળાઓ માટે જ નહોતી, તેવી જ રીતે મારી ફિલ્મ ગિપ્પી પણ માત્ર બાળકો માટે જ નથી.

નોંધનીય છે કે મોટા પડદા ઉપર ગિપ્પીનો રોલ 14 વર્ષીય અભિનેત્રી રિયા વિજ કરી રહ્યાં છે. રિયા વિજે જણાવ્યું - હા જી, આપ બરાબર સમજ્યાં. ફિલ્મની વાર્તા એક જાડી છોકરીની જ છે કે જે પોતાના મેદસ્વીપણાથી ખૂબ જ પરેશાન છે. પોતે પણ ભારે શરીર ધરાવતાં રિયા વિજ કહે છે - જ્યારે હું ખૂબ નાની હતી, ત્યારે મારી ઇચ્છા કરીના કપૂર જેવી સ્લીમ ટ્રીમ બનવાની હતી. હું કરીનાને ખૂબ પસંદ કરતી હતી. તેમની ફિલમો કે તેમના ગીતો જ્યારે પણ જોતી, તો હું ઊભી થઈને નાચવા લાગતી હતી, પરંતુ જ્યારે હું મોટી થઈ, તો મને લાગ્યું કે આ બધુ વ્યર્થ છે અને સપના જેવું છે કે જેનો કોઈ અર્થ નથી.

ગિપ્પી ફિલ્મનું નિર્માણ બૉલીવુડના જાણીતા નિર્માતા કરણ જૌહર કરી રહ્યાં છે.

English summary
Dharma Production's first ever lady director Sonam Nair claims that her first directorial debut film 'Gippi' is not just a children's film but a film for people of all age groups.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X