ટકો એટલે સો ટકા સફળતાની ગૅરંટી : જુઓ જરા...
વાળ એમ તો સૌના માટે ફૅવરિટ હોય છે, પણ બૉલીવુડ અભિનેતાઓએ સફળતા પામવા માટે રિસ્ક સાથે જ રીયલી મુંડન કરાવી વાળની કુર્બાનીઓ આપી છે. દર્શકોએ પણ તેમની આવી કુર્બાનીને બેકાર નથી જવા દેતાં.
બૉલીવુડ ફિલ્મોમાં અનેક એવી ફિલ્મો તો જોવા મળે છે કે જેમાં વિલન ટકલો હોય છે, પરંતુ નવા ટ્રેંડ મુજબ હવે હીરો પણ ટકલા દેખાવા લાગ્યા છે. તેમાં પણ અનેક અભિનેતાઓએ તો સાચે જ ટકો કરાવી ફિલ્મનું શૂટિંગ કર્યું છે. અભિનેતાઓના આ મુંડન એક્સપેરિમેંટને બૉક્સ ઑફિસે પણ વધાવ્યું છે અને એટલે જ તાજેતરની કેટલીક ટકલા હીરો ધરાવતી ફિલ્મો શાનદાર રીતે હિટ રહી છે.
જુઓ કેટલીક વાનગીઓ :

પેશેંટ કો મારને સે બીમારી નહીં મરતી..
જોકે અમિતાભ બચ્ચનને આ ફિલ્મમાં મુંડન નહોતુ કરાવ્યું, પણ તેમણે મેક-અપ વડે બાલ્ડ લુક ધર્યો હતો અને તેમના આ લુકે તહેલકો મચાવી દીધો. ઑરોનો આબેહૂબ અંદાઝ તથા અમિતાભના અભિનયે પા ફિલ્મને બૉક્સ ઑફિસે શાનદાર સફળતા અપાવી હતી.

એક હી બાર બોલતા હૂં ઔર ફુલ એન્ડ ફાઇનલ હો જાતા હૈ.
સલમાન ખાનના આ નવા લુકે તેમના ફૅન્સમાં તહેલકો મચાવી દીધો હતો. તેરે નામ ફિલ્મ અભિનયના લિહાજે સલમાનની અત્યાર સુધી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક રહી છે. તેમના મુંડન લુકની પણ સમીક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી.

મૈં કર સકતા હૂં, વિશ્વાસ હૈ, મૈં હી કર સકતા હૂં... ઘમંડ!
ટકો કરાવવની વાત હોય, તો ગઝની કેવી રીતે ભુલાય. આમિર ખાનના એકદમ જુદા જ લુકે સસ્પેંસ બનાવ્યુ હતું. પોતાના આ લુક દ્વારા આમિરે ગઝનની સફળતા કૅશ કરી હતી. એટલુ જ નહીં, ગઝની કટ હૅરસ્ટાઇલ પણ ફૅમસ બની ગઈ હતી.

તુમ ક્યા લેકે આયે થે ઔર ક્યા લેકે જાઓગે..
સંજય દત્ત અગ્નિપથ ફિલ્મમાં જે રીતે ડરાવે છે, તેના કરતા વધુ તો તેમનો સપાટ લુક ડરાવે છે. ફિલ્મમાં શરુઆતથી લઈ અંત સુધી સંજય અને તેમનો ટકો બિવડાવે છે. ફિલ્મ સુપરહિટ રહી હતી.

જો એક બાર મરતા, ઉસે બાર-બાર મરના નહીં પડતા..
જોકે આ ફિલ્મ બૉક્સ ઑફિસે નિષ્ફળ રહી હતી, પરંતુ અર્જુન રામપાલે પોતાના લુક વડે લોકોનું ધ્યાન જરૂર ખેંચ્યુ હતું.

જાન લૂં કિ જાન દૂં, મૈં રહૂં કિ મૈં નહીં.
શાહિદ કપૂરે હૈદર વડે તમામ જૂના રેકૉર્ડ તોડી નાંખ્યાં. તેમણે હૈદરના એક સીન માટે મુંડન કરાવી લીધું. આ સીન જ ફિલ્મની યૂએસપી છે.

હવે બાજીરાવ મસ્તાની
બાલ્ડ લુકે બૉલીવુડ ફિલ્મોને હમેશા સફળતા અપાવી છે. હવે રણવીર સિંહે બાજીરાવ મસ્તાની ફિલ્મ માટે રીયલ ટકો કરાવ્યો છે. ઑલ ધ બેસ્ટ રણવીર!












Click it and Unblock the Notifications
