આ રીતિ-રિવાજો પ્રમાણે થશે આલિયા-રણબીરના લગ્ન, જાણો કેવી ચાલી રહી છે તૈયારીઓ!

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના સમાચારો જોરશોરમાં છે. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ આ કપલ આગામી થોડા દિવસોમાં લગ્નના બંધનમાં બંધાશે.

નવી દિલ્હી : આ દિવસોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના સમાચારો જોરશોરમાં છે. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ આ કપલ આગામી થોડા દિવસોમાં લગ્નના બંધનમાં બંધાશે. છેલ્લા કેટલાક સમયથી રણબીર અને આલિયાના લગ્નને લઈને વિવિધ અપડેટ્સ સામે આવી રહ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંનેના લગ્નની તૈયારીઓ ગુપ્ત રીતે કરવામાં આવી રહી છે.

ગુપ્ત રીતે ચાલી રહી છે તૈયારીઓ

ઈ-ટાઇમ્સે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું કે, રણબીર અને આલિયા પંજાબી સ્ટાઈલમાં લગ્ન કરશે. તેમના લગ્નની વિધિ 13-14 એપ્રીલથી શરૂ થશે. લગ્ન સ્થળ પરતૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ચેમ્બુરના આરકે બંગલાને કપલના લગ્ન માટે સજાવવામાં આવી રહ્યો છે અને આ તૈયારીઓ ગુપ્ત રીતે ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર,આલિયા અને રણબીર 17 એપ્રીલે આરકે બંગલામાં સાત ફેરા લેશે.

આ પેઢીના છેલ્લા લગ્ન હશે

કપૂર પરિવાર તેમની પરંપરા સાથે ખૂબ જ જોડાયેલા છે. આ જ કારણ છે કે, રણબીરે પોતાના લગ્ન માટે કોઈ ફાઈવ સ્ટાર હોટલ કે રિસોર્ટ નહીં, પરંતુ આરકે બંગલોપસંદ કર્યો છે.

રિપોર્ટમાં એક સ્ત્રોતના આધારે કહેવામાં આવ્યું છે કે, કપૂર પરિવાર માટે પરિવારનો અર્થ આખી દુનિયા છે. કપૂર પરિવાર માટે આ પેઢીના કદાચ આછેલ્લા લગ્ન છે, તેથી તેઓ તેને પોતાના મૂળની નજીક રાખવા માગે છે.

શા માટે લગ્ન માટે 17મી તારીખ પસંદ કરાઇ?

ઉલ્લેખનીય છે કે, રણબીર અને આલિયાના લગ્નની તારીખ એટલે કે, 17 એપ્રીલ એ અંકશાસ્ત્રની રમત છે. જો તમે 17 તારીખે ઉમેરો કરો તો તમને કુલ 8 મળે છે અનેઉલ્લેખનીય છે કે, રણબીર કપૂરનો લકી નંબર ફક્ત આઠ છે.

આલિયાએ પણ ખુલ્લેઆમ જણાવ્યું છે કે, રણબીરનો ફેવરિટ અને લકી નંબર આઠ છે. એટલું જ નહીં, ઘણીવખત અભિનેત્રી રણબીરની આઠ નંબરની કેપ પહેરેલી પણ જોવા મળી છે.

કપલના લગ્નમાં હાજરી આપશે આ સ્ટાર્સ

'ઇન્ડિયા ટુડે' ના એક અહેવાલ અનુસાર, રણબીર અને આલિયાના લગ્ન સ્ટાર અફેર હશે અને તેમાં ઈન્ડસ્ટ્રીના લોકો હાજરી આપશે. લગ્નના મહેમાનોની યાદીમાં સંજયલીલા ભણસાલી, વરુણ ધવન, અયાન મુખર્જી, ઝોયા અખ્તર, અર્જુન કપૂર, મસાબા ગુપ્તા વગેરે જેવા નામો શામેલ હશે. અહેવાલ છે કે, રણબીર-આલિયાના લગ્નનાદિવસે શાહરૂખ ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X