Dream Girl 2 : આ દિવસે રિલિઝ થશે આયુષ્યમાન ખુરાનીની ડ્રીમ ગર્લ 2
Dream Girl 2 : કોમેડી ફિલ્મો દરેક વર્ગના દર્શકોને પસંદ આવે છે. ખાસ કરીને એવી ફિલ્મો જેમાં કોમેડી વેમાં સટાયર પણ હોય. આવું કામ મોટા પડદાના ઘણા એક્ટર્સ કરી રહ્યા છે. જેમાં સૌથી મોખરે આયુષ્યમાન ખુરાનાનું નામ આવે છે.
Dream Girl 2 : કોમેડી ફિલ્મો દરેક વર્ગના દર્શકોને પસંદ આવે છે. ખાસ કરીને એવી ફિલ્મો જેમાં કોમેડી વેમાં સટાયર પણ હોય. આવું કામ મોટા પડદાના ઘણા એક્ટર્સ કરી રહ્યા છે. જેમાં સૌથી મોખરે આયુષ્યમાન ખુરાનાનું નામ આવે છે.

ડ્રીમ ગર્લ 2 રિલીઝની રિલિઝ ડેટ
ડ્રીમ ગર્લને મળેલા અપાર પ્રેમ બાદ હવે તેની સિક્વલ બની રહી છે, જેના માટે આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેને કાસ્ટ કરવામાં આવ્યા છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મિત્ર સાજિદ નડિયાદવાલાના કહેવા પર નિર્માતા એકતા કપૂરે ફિલ્મની રિલીઝ ડેટ 29 જૂનથી બદલીને 23 જૂન કરી દીધી છે.
આયુષ્માન અને અનન્યાની જોડી પહેલીવાર સાથે જોવા મળશે
જે બાદ હવે ફિલ્મની રિલીઝ ડેટ બદલીને 7 જુલાઈ, 2023 કરવામાં આવી છે. અનન્યા પાંડે સિલ્વર સ્ક્રીન પર પહેલીવાર આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે. ફિલ્મની રિલીઝ ડેટ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જોકે, હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં અન્નુ કપૂર અને અભિષેક બેનર્જી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ડ્રીમ ગર્લના પહેલા ભાગમાં આયુષ્માનની સામે નુસરત ભરૂચાને કાસ્ટ કરવામાં આવી હતી.
ડ્રીમ ગર્લ એ મચાવી હતી ધમાલ
2019માં રિલીઝ થયેલી ડ્રીમ ગર્લને લોકોએ ખુબ જ પસંદ કરી હતી. સ્ટોરી લાઇનથી લઈને આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચાની જોડીને દર્શકોએ પસંદ કરી હતી. ડ્રીમ ગર્લ 2 પહેલા, આયુષ્માન ખુરાના જયદીપ અહલાવતની સામે એન એક્શન હીરોમાં સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. એન એક્શન હીરો 2 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
