શાહિદ કપૂર પહેલાં 'કબીર સિંહ' મને ઓફર થઇ હતી: અર્જુન કપૂર

વર્ષ 2019 ની સૌથી મોટી ફિલ્મની વાત કરીએ તો તે શાહિદ કપૂરની કબીર સિંહ રહી છે. અર્જુન કપૂર આ ફિલ્મમાં કામ કરવા માંગતો હતો પરંતુ નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ પહેલા જ શાહિદ કપૂરને વચન આપી દીધું હતું.

વર્ષ 2019 ની સૌથી મોટી ફિલ્મની વાત કરીએ તો તે શાહિદ કપૂરની કબીર સિંહ રહી છે. અર્જુન કપૂર આ ફિલ્મમાં કામ કરવા માંગતો હતો પરંતુ નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ પહેલા જ શાહિદ કપૂરને વચન આપી દીધું હતું. તેનો ખુલાસો અર્જુન કપૂરે કર્યો છે. ચાલો આપણે જાણીએ કે આ મામલે અર્જુન કપૂરે શું જાહેર કર્યું. જણાવી દઈએ કે શાહિદ કપૂરના કબીર સિંહ વર્ષ 2019 ની બેસ્ટ ફિલ્મોમાં શામેલ થઇ છે.

આ ફિલ્મે કમાણીની બાબતમાં રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 275 કરોડની કમાણી કરી છે. ત્યારબાદ શાહિદ આ વર્ષના ટોપ સ્ટાર્સમાં સામેલ થયા. ચાલો આપણે જાણીએ કે અર્જુન કપૂરે શું કહ્યું છે.

અર્જુન કપૂરનો ખુલાસો

અર્જુન કપૂરનો ખુલાસો

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ અર્જુન કપૂરે આ ફિલ્મ અંગે મોટું નિવેદન આપ્યું છે. અર્જુને કહ્યું કે આ ફિલ્મ તેને અગાઉ મળી હતી. તે આ ફિલ્મમાં કામ કરવા પણ ઇચ્છતો હતો, પરંતુ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ શાહિદને વચન આપી દીધું હતું.

આ મામલો સ્ટેજ સુધી પહોંચ્યો નહીં

આ મામલો સ્ટેજ સુધી પહોંચ્યો નહીં

આ અંગે વાત કરતાં અર્જુન કપૂરે કહ્યું કે આ મામલો સ્ટેજ પર પહોંચ્યો નથી. જ્યાં હું પસંદ કરતો કે છોડતો. જ્યારે અશ્વિની અને મુરાદે ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા ત્યારે તેમના મગજમાં હું હતો. હું પણ આ ફિલ્મ કરવા માંગતો હતો.

તેઓ પહેલા શાહિદને મળી ચુક્યા હતા

તેઓ પહેલા શાહિદને મળી ચુક્યા હતા

શાહિદનું ફિલ્મ સાથે જોડાણ અંગે અર્જુન કપૂરે કહ્યું કે ફિલ્મના નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા શાહિદ કપૂરને મળ્યા હતા. તે આ ફિલ્મ પહેલા જ જોઈ ચુક્યા હતા. આને કારણે તે શાહિદ સાથે ફિલ્મ કરવા માંગતો હતો.

તેને બનાવવાની રીતો પાગલપન

તેને બનાવવાની રીતો પાગલપન

અર્જુન સ્પષ્ટ જણાવે છે કે આ ફિલ્મમાં સંદીપની જરૂર હતી. આ ફિલ્મમાં ગાંડપણ અને એક બુનિયાદી શક્તિ છે. તે એક સાધારણ કહાની છે પરંતુ તેને બનાવવાની રીત પાગલપન છે. સંદીપે શાહિદને પહેલાથી જ વચન આપી દીધું હતું. હું તેનો આદર કરું છું. હું નથી ઇચ્છતો કે નિર્માતાઓ મારા ઇગોના કારણે બેસી રહે અને ફિલ્મ અટકી રહે.

શાહિદની કરી દીધી પ્રશંસા

શાહિદની કરી દીધી પ્રશંસા

શાહિદની પ્રશંસા કરતાં અર્જુન કહે છે કે નિર્માતાઓની પસંદગી સારી હતી, તેમણે ખૂબ સરસ કામ કર્યું અને આ ફિલ્મે 275 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નોંધપાત્ર વાત એ છે કે શાહિદ કપૂરની કારકીર્દિ કબીર સિંહ સાથે ચમકી છે. પરંતુ અર્જુન કપૂર માટે આ ફિલ્મ હાથમાંથી જવી તેમના માટે નુકસાનકારક રહી છે. અર્જુનની આગામી ફિલ્મ છે પાનીપન.

આ પણ વાંચો: મીરાની ઉંમર વિશે શાહીદે કહ્યુ, મા બનતી વખતે પોતે જ પોતાના બાળપણમાંથી નીકળી રહી હતી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X