Deepika padukone pregnancy: દીપિકા પાદુકોણના ઘરમાં ગુજશે કિલકારી, જાણો ક્યારે આપશે બાળકને જન્મ?
Deepika padukone pregnancy: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ કપલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે.
દીપિકા પાદુકોણ સપ્ટેમ્બર 2024માં ડિલિવરી કરશે. આ સમાચાર સામે આવ્યા બાદ દરેક લોકો કપલને અભિનંદન આપી રહ્યા છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક દીપિકાને તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે.

કૃતિ સેનનને સૌ પ્રથમ અભિનંદન પાઠવી - દીપિકા પાદુકોણના માતા બનવાના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં હતા. આજે અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. આ સારા સમાચાર સામે આવ્યા બાદ આ કપલને ખૂબ અભિનંદન મળી રહ્યા છે.
અભિનેત્રી કૃતિ સેનન અભિનંદન પાઠવવામાં સૌથી આગળ હતી. દીપિકાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં કૃતિએ લખ્યું કે, ઓએમજી, તમને બંનેને અભિનંદન. તેણે આલિંગન અને હૃદયની ઇમોજી પણ શેર કરી હતી.
સપ્ટેમ્બરમાં દીપિકા-રણવીરના ઘરમાં ગુંજશે કિલકારી - દીપિકા પાદુકોણે પોસ્ટ શેર કરી અને બે ઇમોજી ઉમેરી હતી. નોંધનીય છે કે, હાલમાં જ બાફ્ટા એવોર્ડ 2024માં ચાહકો દીપિકાના બેબી બમ્પને તેના સાડીના લુકમાં દેખાડવાની વાત કરી રહ્યા હતા.
જે બાદથી દીપિકાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચા ચાલી રહી હતી. હવે દીપિકાએ આ અટકળોને સાચી ગણાવી છે. સાત મહિના પછી સપ્ટેમ્બરમાં દીપિકા અને રણવીરના ઘરમાં બાળકની કિલકારીઓ સાંભળવા મળશે.
2018માં લગ્ન કર્યા હતા - રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ નવેમ્બર 2018 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. રણવીર અને દીપિકાએ ઇટાલીના લેક કોમોમાં બે વિધિથી લગ્ન કર્યા હતા. લગ્નના છ વર્ષ બાદ આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે. દીપિકા અને રણવીર બી-ટાઉનના ફેમસ કપલ્સમાંથી એક છે. આ જોડી દીપવીર તરીકે ઓળખાય છે.












Click it and Unblock the Notifications
