Drishyam 2 : અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2 એ તોડ્યા આ રેકોર્ડ

Drishyam 2 : અજય દેવગણની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ દ્રશ્યમ 2 રિલિઝ થયા બાદ દ્રશ્યમ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. આ ફિલ્મ 18 નવેમ્બર, 2022ના રોજ રિલિઝ થઇ હતી. આ ફિલ્મને ફેન્સ પસંદ આવી રહી છે.

Drishyam 2 : અજય દેવગણની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ દ્રશ્યમ 2 રિલિઝ થયા બાદ દ્રશ્યમ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. આ ફિલ્મ 18 નવેમ્બર, 2022ના રોજ રિલિઝ થઇ હતી. આ ફિલ્મને ફેન્સ પસંદ આવી રહી છે. આ ફિલ્મે માત્ર બે દિવસમાં જ વર્ષની ઘણી સુપરહિટ ફિલ્મોના પછાડી દીધી છે.

ફિલ્મે બીજા દિવસે તોડ્યો રેકોર્ડ

ફિલ્મે બીજા દિવસે તોડ્યો રેકોર્ડ

અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત 'દ્રશ્યમ 2' બોક્સ ઓફિસ પર હાલ ધમાલ મચાવી રહી છે. અજય દેવગનની ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. એક અહેવાલો અનુસાર ફિલ્મે તેના શરૂઆતના દિવસે રેકોર્ડ તોડી નાખ્યા છે. આંકડાઓ અનુસાર ફિલ્મે પહેલા જ દિવસે 15.38 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

બોક્સ ઓફિસ કલેક્શન 36.97 કરોડને પાર

બોક્સ ઓફિસ કલેક્શન 36.97 કરોડને પાર

શરૂઆતના દિવસની સરખામણીમાં ફિલ્મની કમાણી 40 ટકા વધી છે. 'દ્રશ્યમ 2' એ બોક્સ ઓફિસ પર બીજા દિવસે 21.59 કરોડની રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. એકંદરે બોક્સ ઓફિસ કલેક્શન 36.97 કરોડને પાર કરી ગયું છે.

આ સુપરહિટ ફિલ્મોને પાછળ છોડી

આ સુપરહિટ ફિલ્મોને પાછળ છોડી

આવી સ્થિતિમાં ફિલ્મે 'ભૂલ ભૂલૈયા 2' અને 'બ્રહ્માસ્ત્ર'ને પાછળ છોડી દીધી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 2' આ વર્ષની બીજી ફિલ્મ છે, જેણે બે દિવસમાં ડબલ ફિગર કમાણી કરી છે.

હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ આવનારા દિવસોમાં 40-50 કરોડનો બિઝનેસ કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે, અજય દેવગનની ફિલ્મ આવનારા દિવસોમાં શું કમાલ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X