ફેન્સે શ્રુતિ હસનને પૂછ્યું કે, તારા કેટલા બ્રેકઅપ થયા છે? અભિનેત્રીએ આપ્યો આવો જવાબ

શ્રુતિ હસન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ચાહકો માટે 'આસ્ક મી એનિથિંગ' સેશન રાખ્યું હતું.

શ્રુતિ હસન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ચાહકો માટે 'આસ્ક મી એનિથિંગ' સેશન રાખ્યું હતું. આ દ્વારા તેણે ફેન્સના ઘણા સવાલોના જવાબ આપ્યા હતા, જેમાં તેની અંગત જીવન સાથે જોડાયેલા પ્રશ્નો પણ શામેલ છે.

ફેને આ મોટો સવાલ પૂછ્યો

ફેને આ મોટો સવાલ પૂછ્યો

શ્રુતિએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ચાહકો સાથે યોજાયેલા પ્રશ્ન સત્રમાં તેના બ્રેકઅપ વિશે ખુલાસો કર્યો હતો. એક ચાહકે તેને પૂછ્યું હતું કે, શ્રુતિ, તારા કેટલા બ્રેકઅપથયા છે?

શ્રુતિએ તેને એક પ્રશ્ન પૂછીને ખૂબ જ રમૂજી રીતે તેના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું, "તમારી કેટલી ગર્લફ્રેન્ડ છે? મને લાગે છે કે, એક પણ નહીંઅથવા કદાચ અડધી પણ નહીં."

આ વ્યક્તિને કરી રહી છે ડેટ

આ વ્યક્તિને કરી રહી છે ડેટ

ગયા મહિને શ્રુતિએ મંદિરા બેદીના ટોક શો 'ધ લવ લાફ લાઈવ શો' માં તેની લવ લાઈફ વિશે વાત કરી હતી. હાલમાં તે શાંતનુ હજારિકાને ડેટ કરી રહી છે, જ્યારેમંદિરાએ તેને પૂછ્યું કે, શું તે શાંતનુ સાથેના સંબંધોને છૂપાવવા માગે છે.

શ્રુતિએ જણાવ્યું હતું કે, મેં ભૂતકાળમાં ઘણું છૂપાવ્યું હતું. લોકોના કારણે હું લાંબા સમયથી એવુંવર્તન કરતી હતી, હે ભગવાન, હું સંપૂર્ણપણે સિંગલ છું. કારણ કે, લોકો ઇચ્છતા હતા કે હું ઉપલબ્ધ દેખાઉ.

શ્રુતિ એમ પણ કહે છે, પછી એક દિવસ મેં વિચાર્યું કે, મારે શા માટે અને કોના માટે છૂપાવવું જોઈએ. હું મારી જાતને અને મારા જીવનસાથી માટે ખૂબ જ ગંદી અનેઅનાદર અનુભવવા લાગી. અમને ખબર ન હતી કે અમારો સંબંધ ચાલશે કે નહીં, પરંતુ અમારો સંબંધ હતો. એક બીજાનું સન્માન કરવું જોઈએ.

તેમનું બ્રેકઅપ થઈ ગયું છે

તેમનું બ્રેકઅપ થઈ ગયું છે

અગાઉ શ્રુતિ માઈકલ કોર્સી સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ 2019માં બંને અલગ થઈ ગયા હતા. બ્રેકઅપ બાદ શ્રુતિએ જણાવ્યું હતું કે, લોકો વિચારતા હતા કે, હું ખૂબજ શાનદાર અને નિર્દોષ છું, તેથી દરેક વ્યક્તિ મારી આસપાસ બોસ બની શકે છે. હું ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છું, તેથી તેઓ મને નિયંત્રિત કરી શકે છે. હું તેમ છતાંકહીશ. મારા માટે એક મહાન અનુભવ હતો.

કમલ હાસનની દીકરી છે શ્રુતિ

કમલ હાસનની દીકરી છે શ્રુતિ

શ્રુતિ હાસન એક્ટર કમલ હાસન અને અભિનેત્રી સારિકાની પુત્રી છે, જેઓ ભારતીય સિનેમામાં એક અલગ સ્થાન ધરાવે છે. તેના માતા-પિતા લાંબા સમય પહેલાએકબીજાથી અલગ થઈ ગયા હતા. તેની એક નાની બહેન અક્ષરા હાસન પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X