નુસરત જહાંના પુત્રના પિતા યશ દાસગુપ્તા પાસે કેટલી મિલકત છે?
MC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં લાંબા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે એક બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ તેની ગર્ભાવસ્થા દરમિયાન પતિ નિખિલ જૈને કહ્યું હતું.
કોલકાતા : TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં લાંબા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે એક બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ તેની ગર્ભાવસ્થા દરમિયાન પતિ નિખિલ જૈને કહ્યું હતું કે, તે આ બાળકનો પિતા નથી, ત્યારબાદ લોકો વિવિધ રીતે નુસરત વિશે વાત કરતા હતા. તાજેતરમાં બાળકનું જન્મ પ્રમાણપત્ર બહાર આવ્યું હતું, જેમાં પિતાનું નામ દેબાશીષ દાસગુપ્તા (યશ દાસગુપ્તા) છે. ચાલો જાણીએ કે, યશ દાસગુપ્તા કોણ છે? અને તેમની પાસે કેટલી સંપત્તિ છે?


ચૂંટણી હારી ગયો
ગર્ભાવસ્થાથી નુસરત તેના કથિત બોયફ્રેન્ડ યશ દાસગુપ્તા સાથે છે. યશ વ્યવસાયે અભિનેતા પણ છે. તેમને આ વર્ષની શરૂઆતમાં ભાજપમાં જોડાયા હતા. આ બાદતેમણે વિધાનસભાની ચૂંટણી લડી, પણ હારી ગયો હતો. જ્યારે નુસરતે બાળકને જન્મ આપ્યો, ત્યારે યશ પણ તેની સાથે હોસ્પિટલમાં હાજર હતો.
ગત અઠવાડિયે બંનેકોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં સાથે ગયા હતા. આ સમયગાળા દરમિયાન રસીકરણને કારણ માનવામાં આવી રહ્યું હતું, પરંતુ બાદમાં જન્મ પ્રમાણપત્રનોમામલો સામે આવ્યો હતો.

આટલી છે મિલકત
યશ જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યો, ત્યારે તેણે પોતાની ઘણી અંગત માહિતી આપી હતી. જે મુજબ તે 10 પાસ છે. તેની સામે કોઈ ફોજદારી કેસ નથી. બીજી બાજુજો આપણે સંપત્તિ વિશે વાત કરીએ, તો તેની પાસે કુલ રૂપિયા 3,70,00,000 ની સંપત્તિ છે. જેમાંથી રૂપિયા 21,000,000 જંગમ છે અને રૂપિયા 16,000,000 સ્થાવરછે.
આ સિવાય, લગભગ રૂપિયા 15,000,000 નું દેવું પણ યશ દાસગુપ્તા પર છે. જેમાં કાર લોન અને હાઉસ લોનનો સમાવેશ થાય છે.

નુસરત પાસે કેટલી મિલકત છે?
નુસરત જહાં પશ્ચિમ બંગાળની બસીરહાટ લોકસભા બેઠક પરથી TMC સાંસદ છે. વર્ષ 2019માં ચૂંટણી પંચને આપેલા તેના સોગંદનામા મુજબ નુસરત પાસે કુલ 2કરોડ 90 લાખની સંપત્તિ છે. તેમની પાસે 35 લાખ રૂપિયાની કિંમતના બે વાહનો છે, એક BMW 5 સિરીઝ અને ફોર્ડ એન્ડેવર. પોતાના સોગંદનામામાં નુસરતે એમપણ કહ્યું કે, તેની પાસે લગભગ 12 લાખ રૂપિયાના સોના અને હીરાના દાગીના છે.

જ્યારે નુસરતને મીડિયા પર ગુસ્સો આવ્યો
થોડા દિવસો પહેલા એક કાર્યક્રમમાં પત્રકારોએ નુસરતને તેના પતિ અને બાળકના પિતાનું નામ પૂછ્યું હતું. જેના પર તે ગુસ્સે થઈ ગઈ હતી. તેણે ગુસ્સામાં કહ્યું કે, આએક ખૂબ જ વિચિત્ર પ્રશ્ન છે, એક મહિલાને આ પ્રશ્ન પૂછવો એ તેના કેરેક્ટરને બદનામ કરવા જેવું છે કે, બાળકનો પિતા કોણ છે?
આ બાળકના પિતા જાણે છે કે, તે કોનોપિતા છે અને અમે બંને બાળકની સારી સંભાળ લઈ રહ્યા છીએ. હું અને યશ સારો સમય પસાર કરી રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
