મેં સલમાનને કહ્યું કે, તે 'Antim The Final Truth' ફિલ્મમાં કામ ન કરે
બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેનો સાળો આયુષ શર્મા મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. બંને સાળા-બનેવીની ફિલ્મ Antim The Final Truth ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવશે.આ ફિલ્મમાં આયુષ અને સલમાન એકબીજા સાથે લડતા જોવા મળશે.
Antim The Final Truth : બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેનો સાળો આયુષ શર્મા મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. બંને સાળા-બનેવીની ફિલ્મ 'Antim The Final Truth' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં આયુષ અને સલમાન એકબીજા સાથે લડતા જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર છે જ્યારે આયુષ અને સલમાન કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે, પરંતુ શું તમે જાણો છો કે, આયુષ ન હતો ઈચ્છતો કે, સલમાન ખાન આ ફિલ્મમાં કામ કરે.
હું જાણતો હતો કે નેપોટિઝમની વાત થશે
એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આયુષે જણાવ્યું હતું કે, ફિલ્મનું નિર્માણ શરૂ થયું, તે પહેલા હું ફિલ્મમાં સલમાન ખાનને કારણે પરેશાન હતો.
હું જાણતો હતો કે,નેપોટિઝમ વિશે ઘણી અટકળો અને ચર્ચાઓ થશે. આયુષે જણાવ્યું હતું કે, મને ખબર હતી કે, લોકો કહેશે કે તે એક પરિવાર છે અને સલમાન મારી કારકિર્દીને ફાયદોપહોંચાડવા માટે આ ફિલ્મ બનાવી રહ્યો છે. હું ન હતો ઈચ્છતો કે સલમાન આ ફિલ્મ કરે.

મેં પરિવારના સભ્યોને પણ સલમાનને સમજાવવા કહ્યું
આયુષે જણાવ્યું હતું કે, મેં તેને પણ આ વાત કહી હતી. હું પરિવારના તમામ સભ્યો પાસે ગયો અને તેમને સલમાનને આ ફિલ્મ ન કરવા માટે સમજાવવા કહ્યું હતું.
મનેએમ પણ લાગ્યું કે, તેની સાથે હું આ ફિલ્મમાં મારા રોલ સાથે ન્યાય કરી શકીશ કે નહીં. આયુષે તેની પત્ની અર્પિતાને સલમાનને મનાવવા માટે પણ કહ્યું હતું, પરંતુસલમાન હંમેશાથી આ ફિલ્મ કરવા માંગતો હતો.

ફિલ્મમાં આયુષ સલમાન સાથે કરશે ફાઇટિંગ
ઉલ્લેખનીય છે કે, અંતિમ ધ ફાઈનલ ટ્રૂથ એક એક્શન ફિલ્મ છે, જેમાં આયુષ સલમાન ખાન સાથે લડતો અને ફાઇટિંગ કરતો જોવા મળશે. જેનો પણ લોકો દ્વારા ઉગ્રવિરોધ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આયુષે વર્ષ 2018માં ફિલ્મ લવરાત્રીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મનું નિર્માણ સલમાન ખાને કર્યું હતું.












Click it and Unblock the Notifications
