Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સારા અલી ખાન એક સ્ટાર એક્ટ્રેસ, મોકો મળ્યો તો ફરી કામ કરીશઃ કાર્તિક આર્યન

સારા અલી ખાન એક સ્ટાર એક્ટ્રેસ, મોકો મળ્યો તો ફરી કામ કરીશઃ કાર્તિક આર્યન

અભિનેતા કાર્તિક આર્યન અને સારા અલી ખાન હાલ ફિલ્મ લવ આજ કલ 2ને લઈ ભારે ચર્ચામાં છે અને હાલ ફિલ્મનું શૂટિંગ પૂરુ થઈ ગયું છે. ફિલ્મના સેટથી બંનેને લઈ કેટલીય વખત અહેવાલ આવી રહ્યા છે અને શાનદાર તસવીરો પણ વાયરલ થઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે પરંતુ હકિકત શું છે તે આ બંને જ જાણે છે. હાલમાં જ્યારે કાર્તિક આર્યનને પૂછવામાં આવ્યું કે સારા અલી ખાન સાથે બીજીવાર કામ કરશે તો તેમણે પેટ ભરીને વખાણ કરી નાખ્યાં.

સારા અલી ખાન એક સ્ટાર એક્ટ્રેસ

સારા અલી ખાન એક સ્ટાર એક્ટ્રેસ

કાર્તિકનું કહેવું હતું કે સારા અલી ખાન એક સ્ટાર છે અને જો તેને મોકો મળ્યો તો તે ફરીથી સારા અલી ખાન સાથે કામ કરવા માંગશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે સારા એક પૉઝિટિવ અને સોનાનું દિલ ધરાવતી વ્યક્તિ છે.

કામ કરવું ભારે મજેદાર

કામ કરવું ભારે મજેદાર

તેની સાથે હકીકતમાં કામ કરવું ભારે મજેદાર છે. આવી રીતે કાર્તિક આર્યને કેદારનાથ સ્ટાર માટે વખાણોનાં ભારે પુલ બાંધ્યાં. બંનેની વધુ ચર્ચા ત્યારે થઈ જ્યારે કાર્તિક આર્યનને સારા અલી ખાને પોતાનો ક્રશ ગણાવ્યો હતો. જો કે હવે ફેન્સને લવ આજ કલ 2નો ઈંતેજાર છે અને બંનેનો રોમાંસ જોવા માટે પણ લોકો ઉત્સુક છે.

સારા અલી ખાનના ઘરે પહોંચ્યો કાર્તિક

સારા અલી ખાનના ઘરે પહોંચ્યો કાર્તિક

અગાઉ સારા અલી ખાનના ઘરની બહાર કાર્તિક કૂલ અંદાજમાં જોવા મળ્યો. બ્લેક ટીશર્ટમાં કાર્તિક હૉલીડે મૂડમાં જોવા મળી રહ્યો હતો. તસવીરોમાં કાર્તિક સાથે સારા તો જોવા ન મળી પરંતુ બંનેની કેમેસ્ટ્રી હાલના દિવસોમાં ભારે ચર્ચામાં છે. અગાઉ સારા અને કાર્તિકની ઈદના અવસરે સામે આવેલ તસવીર ચર્ચામાં રહી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X